Entertainment news: હલકી મૂછો ધરાવતો આ કિશોર બોલિવૂડના સુપરસ્ટારનો પુત્ર છે અને પોતે આજે બોલિવૂડનો મોટો સ્ટાર છે. તાજેતરમાં તેમના પુત્રના પણ લગ્ન થયા છે. ફિલ્મી દુનિયામાં એક પાવરફુલ એક્શન હીરો તરીકે પોતાનું નામ બનાવનાર આ બાળકે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતા હોવા છતાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેના 2.5 કિલોના હાથની આખા બોલિવૂડમાં ચર્ચા છે, હવે તમે તેને ઓળખી જ લીધો હશે. હા, હા, આ સની દેઓલની ટીનેજ તસવીર છે.
સની દેઓલને 1982માં અમૃતા સિંહ સાથેની તેની પ્રથમ ફિલ્મથી બોલિવૂડમાં ઓળખ મળી હતી. સનીએ 1980 અને 1990ના દાયકામાં ઘણી સફળ ફિલ્મો આપી. આટલી સફળ ફિલ્મો છતાં 1990માં રિલીઝ થયેલી સની દેઓલની ફિલ્મ ‘ઘાયલ’ને કોઈ નિર્માતા નહોતા મળ્યા. આ ફિલ્મ રાજકુમાર સંતોષીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ માટે ઘણા નિર્માતાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ સનીની ફિલ્મમાં પૈસા લગાવવા રાજી નહોતું.
જ્યારે ફિલ્મ ઘાયલ માટે કોઈ નિર્માતા ન મળ્યા, ત્યારે પિતા ધર્મેન્દ્ર અને સની દેઓલે જાતે જ ફિલ્મનું નિર્માણ કર્યું અને ફિલ્મ સુપરહિટ રહી. સની દેઓલની આ ફિલ્મે ઘણી કમાણી કરી અને ઘણા એવોર્ડ પણ જીત્યા. ઘાયલ ઉપરાંત, સની દેઓલે ઘાયત, ગદર, ત્રિદેવ, અજય, હિંમત, જોર અને અંગરક્ષક જેવી ઘણી એક્શન ફિલ્મો કરી, જેના કારણે તે બોલિવૂડમાં એક્શન હીરો બન્યો, જે આજે પણ ચાલુ છે. હાલમાં જ સની દેઓલ ગદર 2માં જોવા મળ્યો છે, જે બ્લોકબસ્ટર સાબિત થયો છે.