પ્રભાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રભાસ સાથે સેલ્ફી લીધા બાદ એક છોકરી ત્યાં આવે છે, જે પ્રભાસને જોઈને ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે અને તેની સાથે ફોટો ક્લિક કર્યા બાદ અચાનક જ તેને થપ્પડ મારી દે છે. જોશમાં ને જોધ માં યુવતી હોશ ખોઇ બેસે છે.
સઉથનો સુપરસ્ટાર પ્રભાસ હાલ ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે. જેનું મુખ્ય કારણ છે તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ સાલાર છે, સાલારને પગલે પ્રભાસને ચાહકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. બીજી બાજુ આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ ઉપરાંત વિદેશમાં પણ તગડી કમાણી કરી છે. આમ સાલારના વધતા ક્રેઝ વચ્ચે પ્રભાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પ્રેમથી પ્રભાસના ગાલ પર મારતી ત્યાંથી દૂર જઇ નાચવા લાગે છે
વાયરલ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર વાત કરવામાં આવે તો પ્રભાસ એરપોર્ટ પર છે અને લોકો તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે. આ દરમિયાન એક છોકરી પણ ત્યાં આવી જાય છે અને તે પ્રભાસને જોઈને ખૂબ જ આનંદમાં આવી જાય છે આ વેળાએ તે પ્રભાસ સાથે ફોટો ક્લિક કરાવે છે. પછી ખુશીની મારી તે તે પ્રેમથી પ્રભાસના ગાલ પર મારતી ત્યાંથી દૂર જઇ નાચવા લાગે છે.
પ્રભાસની પ્રતિક્રિયા
વીડિયોમાં પ્રભાસની પ્રતિક્રિયા પણ દેખાઈ રહી છે, છોકરી તેના ગાલ પર હાથ અથડાવે છે,ત્યારબાદ પ્રભાસ હસતો અને તેના ગાલ પર સ્નેહ કરતો જોવા મળે છે. ખાસ વાત એ છે કે વીડિયો જૂનો છે પરંતુ સાલરની ચર્ચા વચ્ચે વધુ એક વખત વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
સલાર બોક્સ ઓફિસ પર સડસડાટ
સાલારની વાત કરવામાં આવે તો આ ફિલ્મ 22મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી જ મોટાપાયે કમાણી રોળી રહી છે. રિપોર્ટ અનુસાર, 9 દિવસમાં આ ફિલ્મે દુનિયાભરમાંથી 578.29 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જેમાંથી 329.62 કરોડ રૂપિયા માત્ર ભારતમાંથી જ કલેક્ટ કરવામાં આવ્યા છે.