ઐશ્વર્યા શર્માને હાલમાં જ રિયાલિટી શો બિગ બોસ 17માંથી બહાર કરવામાં આવી છે. જયારથી આ ટીવી અભિનેત્રીની શો માંથી હકાલપટ્ટી થઇ છે ત્યાર બાદથી તે સતત કહેતી રહી છે કે તેની હકાલપટ્ટી અન્યાયી રહી હતી. ત્યારે ઐશ્વર્યાએ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવી તેની હકાલપટ્ટી અંગે હૈયાવરાળ ઠાલવી છે.
ઐશ્વર્યા શર્માની બિગ બોસને વિનંતી
હાલમાં જ ઐશ્વર્યા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને ચાહકો અને બિગ બોસને કહ્યું કે, ‘તમે મારી હકાલપટ્ટી જોઈ હશે, આ હકાલપટ્ટી ખૂબ જ અન્યાયી હતી, બિગ બોસે સ્પષ્ટ કહ્યું હતું કે માત્ર નિયમ તોડવાના આધારે જ તમારે તમારો નિર્ણય લેવાનો રહેશે. પરંતુ ઈશાએ તો માત્ર દુશ્મનાવટ જ કરી છે. ઐશ્વર્યા શર્માએ એમ પણ કહ્યું કે, ‘ઈશા નવી કેપ્ટન બની, તેને ઘણી સત્તા મળી હતી પરંતુ તેણે સત્તાનો દુરુપયોગ કર્યો. તેણીના નિર્ણયથી તદ્દન સ્પષ્ટ હતું કે તે શું કરી રહી છે. બિગ બોસે પણ ઈશાને ઘણીવાર કહ્યું કે, તેણે નિયમ તોડવાના આધારે નિર્ણય લેવાનો છે.’
બિગ બોસ 17માં ફરી એન્ટર થવા ઇચ્છે છે એશ્વર્યા
લાઈવ વિડિયોમાં ઐશ્વર્યા શર્માએ બિગ બોસને વિનંતી કરી અને કહ્યું, ‘જો મને ફરીથી બિગ બોસ 17માં જવાની તક મળશે તો હું ચોક્કસ જઈશ અને દરેકની સાથે બદલો લઈશ. બિગ બોસ મહેરબાની કરી મને ફરી બોલાવો. ઈશાના ખરાબ સમયમાં હું હંમેશા તેની સાથે રહી. તેના આ નિર્ણયને કારણે મારે બિગ બોસ 17ના ઘરમાં પ્રવેશ કરવો છે.
તમને જણાવી દઈએ કે બિગ બોસે કેપ્ટન ઈશાને ખાસ સત્તા આપી હતી કે તે પરફોર્મન્સને ધ્યાનમાં રાખી નોમિનેટેડ સભ્યોમાંથી કોઈ પણ એકને બહારનો રસ્તો બતાવી શકે છે. પરંતુ ઇશાએ એશ્વર્યાનું નામ લઇ પર્ફોર્મન્સને બદલે પોતાની અંગત ભડાસ કાઢી કહ્યું કે, ઐશ્વર્યાએ સૌથી વધુ નિયમો તોડ્યા છે અને તેણે એશ્વર્યાને ઘરની બહાર કાઢવાનો નિર્ણય કર્યો છે.