આજકાલ ફિલ્મજગતમાં બે ફિલ્મની જ બોલબાલા છે. એક દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસની સલાર અને બીજી બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ડંકી. આ બન્ને ફિલ્મો ક્રિસમસ વીકમાં રિલિઝ થઈ અને બન્ને બોક્સ ઓફિસ છલકાવી રહી છે. ભારતમાં ડંકીએ રૂ. 100 કરોડનો આંકડો પાર કરી નાખ્યો છે, પરંતુ સલાર રૂ. 400 કરોડનો આંકડો પાર કરી આગળ નીકળી ગઈ છે. બન્ને ફિલ્મને સારા રિવ્યુ મળ્યા છે, પરંતુ એસઆરકેની ફિલ્મ ઈમોશનલ ટચવાળી છે જ્યારે પ્રભાસની ફિલ્મ મનોરંજનથી ભરપૂર હોવાથી વધારે કમાણી કરી રહી છે.
આ બન્ને ફિલ્મ વર્લ્ડવાઈડ રીલિઝ થઈ છે. એસઆરકેના ફેન્સનો વિશ્વભરમાં છે જ જ્યારે બાહુબલી બાદ પ્રભાસે પણ સારા ચાહકો મેળવ્યા છે. જોકે વિદેશની ધરતી પરનો બાદશાહ શાહરૂખ જ તેમ લાગી રહ્યું છે કારણ કે અહીં પ્રભાસ કરતા તેની ફિલ્મ સારી કમાણી કરી રહી છે. અહીં મહત્વની વાત એ પણ છે કે એસઆરકેની ફિલ્મનું અહીં કોઈ પેઈડ પ્રમોશન થયું ન હતું જ્યારે સલારનું અહીં પેઈડ પ્રમોશન કરવામાં આવ્યું હતું.
વિદેશ મેં શાહરૂખની ફિલ્મ ડાયરેક્ટ પેઇડ પ્રીમિયર વગર રિલીઝ થઈ. જ્યારે ‘સલાર’ના ઓવરસીઝ કલેક્શનમાં પેઇડ પ્રીમિયરની કમાણીનો પણ સમાવેશ થાય છે. ફરી શાહરૂખની ‘ડંકી’ તેનાથી આગળ નીકળી ગઈ. જોકે બન્નેની કમાણી વચ્ચે વધારે ડિફરન્સ નથી, વળી એસઆરકેની ફિલ્મ એક દિવસ અગાઉ રીલિઝ થઈ હોવાથી થોડો ફરક પડ્યો હોવાનું માનવામાં આવે છે.
હવે કમાણીના આંકડા જોઈએ તો ડંકીએ ચાર દિવસમાં વિદેશી બોક્સ ઓફિસ પર 10.20 મિલિયન ડોલર (આશરે રૂ. 84 કરોડ) કમાયા છે ત્યારે સલારએ 3-દિવસ અને પ્રીમિયર સહિત વિદેશમાંથી 9.61 ડોલર (આશરે રૂ. 80 કરોડ) કમાયા છે.
બોલિવૂડ ફિલ્મોના મોટા વિદેશી બજારો વિશે વાત કરીએ તો, સલાર (5.60 મિલિયન ડોલર) એ યુએસએ/કેનેડામાં ડંકી (3.59 મિલિયન ડોલર) કરતાં વધુ કમાણી કરી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જર્મની, યુકે અને મિડલ ઈસ્ટ સહિતના બજારોમાં ડંકી આગળ નીકળી ગઈ હોવાનું અહેવાલો જણાવે છે. જોકે ભારતીયો એ વાતથી જ ખુશ થવાનું કે આપણી ફિલ્મો વિદેશમાં સારું કમાઈ છે અને દેશની મહેસૂલી આવકમાં ઉમેરો કરી રહી છે.
FacebookXWhatsAppTelegram