ડબ્લ્યુએચઓએ કોવિડ-૧૯ માટે જાહેર હેલ્થ ઇમરજન્સી નોટીફીકેશન પાછી ખેંચી લીધાના લગભગ ૭ મહિના પછી, નવા રૂપ સાથે વાયરસે ફરી માથું ઉચક્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટ ઘણા નવા સબવેરિયન્ટ્સમાં પરિવર્તિત થયું છે, જેમાં નવીનતમ, જેએન૧ છે, જેના કારણે કોવિડ કેસોમાં વધારો થયો છે. જ્યારે નિષ્ણાતોએ કહ્યું હતું કે તેઓ તેને નવી લહેર કહેતા પહેલા થોડા વધુ દિવસો રાહ જોશે અને ગભરાવાની કોઈ જરૂર નથી, તેઓ ચેતવણી આપે છે કે ડબ્લ્યુએચઓ દ્વારા જાહેર કરાયેલ આ ટાઈપ ઓફ ઇન્ટરેસ્ટ સૂચિમાં છેલ્લું હોઈ શકે નહીં.
લક્ષણો જણાતા તાત્કાલિક પરીક્ષણ કરવું ?
ઈન્ફલ્યુએન્ઝા એ (એચ૧એન૧ અને એચ૩એન૨) જેવા મોસમી ફ્લૂ, એડેનોવાઈરસ, રાઈનોવાઈરસ અને શ્વસનને લગતા સિંસીટીયલ વાયરસથી થતા રોગ બિમારીઓનું કારણ બની શકે છે જે કોવિડ -૧૯ લક્ષણો સમાન લાગી શકે છે. ડબ્લ્યુએચઓના ભૂતપૂર્વ ચીફ સાયન્ટિસ્ટ, ડૉ. સૌમ્ય સ્વામીનાથને જણાવ્યું હતું કે, “લક્ષણો સાથે દરેકનું પરીક્ષણ કરવું શક્ય નથી. આપણે ગંભીર શ્વસન ચેપ અથવા ન્યુમોનિયાથી હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની તપાસ કરવી જોઈએ.”
પરીક્ષણ ઓછું થશે તો વધતા જતા કેસ કેમ અટકશે ?
ગ્લેનેગલ્સ ગ્લોબલ હેલ્થ સિટીના ચેપી રોગોના નિષ્ણાત ડૉ. સુબ્રમણ્યમ સ્વામીનાથને આ મામલે જણાવ્યું હતું કે, ઉછાળાની આગાહી કરવાની કોઈ રીત ગંદા પાણીમાં સૂક્ષ્મજીવાણુઓ શોધવાનો છે. કેટલાક દેશોમાં, ગંદા પાણીના નમૂનાઓનું પરીક્ષણ સમુદાયમાં ફરતા વિવિધ ચેપને શોધવા અને તેના પર રિપોર્ટ કરવા માટે કરવામાં આવે છે. ચોક્કસ ચેપ ધરાવતા લોકો જ્યારે બાથરૂમનો ઉપયોગ કરે છે ત્યારે તેઓ વાયરસ, બેક્ટેરિયા અને પ્રોટોઝોઆનાનો ચેપ ફેલાવી શકે છે, પછી ભલે તેઓમાં લક્ષણો ન દેખાતા હોય. ગંદાપાણીના પરીક્ષણ પરિણામો પર નજર રાખવા માટે નાગરિક એજન્સીઓ સાથે કામ કરવું જરૂરી છે, જેથી તેઓ આવનારા ચેપ અંગે સૂચન કરી શકે.
ફરજીયાત માસ્ક પહેરવું જોઈએ?
જાહેર આરોગ્યના ભૂતપૂર્વ ડિરેક્ટર, ડૉ. કે કોલાન્ડાઈસામી કહે છે કે, “લગ્ન હોલ, ટ્રેન અને બસો જેવી બંધ ભીડવાળી જગ્યાઓમાં માસ્ક પહેરવું એ સારો વિચાર છે. તે કોવિડ સહિત અનેક હવાથી ફેલાતી બિમારીઓને રોકી શકે છે. પરંતુ હજુ સુધી માસ્ક ફરજિયાત બનાવવાની જરૂર નથી. વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને રોગપ્રતિકારક શક્તિની ખામી ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ. જો જવું જરૂરી બને તો તેઓએ માસ્ક પહેરવું આવશ્યક છે. શ્વસન ચેપ, શરદી અને ઉધરસ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓમાં પણ માસ્ક પહેરવા જોઈએ.”
બુસ્ટર્સ લેવાની જરૂર ખરી ?
ગંભીર રોગને રોકવા માટે રસીઓ સારી રીતે કામ કરી રહી છે. જો કે, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળે છે. અગાઉ સંક્રમિત થયેલા લોકો અને ૨ ડોઝ રસી લીધેલ લોકોને હજુ પણ ચેપ લાગે છે. એપોલો હોસ્પિટલ્સના ચેપી રોગોના નિષ્ણાત ડૉ એસ રામસુબ્રમણ્યને જણાવ્યું હતું કે, જેએન૧ ને તેની સંક્રમણક્ષમતાને કારણે ડબ્લ્યુએચઓદ્વારા “ટાઈપ ઓફ ઇન્ટરેસ્ટ” કહેવામાં આવે છે. ભારત સહિત ઘણા દેશોમાં, રસીના અપડેટ વર્ઝન પહેલેથી જ ઉપલબ્ધ છે. વૃદ્ધો, કોમોર્બિડિટીઝ અને દીર્ઘકાલીન તબીબી પરિસ્થિતિઓ ધરાવતા લોકોને રસી લેવાની ભલામણ કરવામાં આવે છે.
સરકાર દ્વારા લેવાતી સાવચેતી
જાહેર આરોગ્યના નિયામક ડૉ. ટી.એસ. સેલ્વવિનયગામે જણાવ્યું હતું કે, જાહેર આરોગ્ય નિર્દેશાલયે તમામ હોસ્પિટલોને સાધનો તૈયાર રાખવાની સલાહ આપી છે. દવાના સ્ટોક અને ઓક્સિજન સ્ટોરેજની તપાસ કર્યા પછી હોસ્પિટલોને મોક ડ્રીલ કરવા માટે કહેવામાં આવ્યું છે.