હોટલ ક્રિષ્નાપાર્ક બાદ સુગર એન્ડ સ્પાઇસ નું આગમન!
વલસાડ:વલસાડ માં એક અત્યંત ગંભીર કહી શકાય તેવા ઉદાહરણ માં વલસાડ હાઇવે ઉપર શંકર તળાવ નજીક ની જગ્યા ઉપર કોર્ટ માં જમીન પ્રકરણ નો વિવાદ ઉભો હોવા છતાં અને તેનો કોઈ ચુકાદો આવ્યો નથી ત્યારે આ જમીન ઉપર હોટલ ક્રિષ્ના પાર્ક ઉભી થઇ ગઇ અને હવે સુગર એન્ડ સ્પાઇસ ના આગમન ના બોર્ડ લાગી જતા અહીં ભારત ના બંધારણ ના લીરેલીરા ઉડી રહયા નું ધ્યાને આવી રહ્યું છે.
અત્યંત ચોંકાવનારા આ સમાચારો પ્રજા વચ્ચે જતા હવે લોકો માં પણ આ વાત થી ભારે આઘાત અને નવાઈ જન્મી રહી છે , અહીં બાંધકામ કરવાનો સવાલજ ઉભો થતો નથી ત્યારે પરવાનગી કેવી રીતે મળી ગઈ તે વાત પણ તપાસ નો વિષય બની રહી છે, અમે અગાઉ જણાવી ગયા તેમ આ આખું પ્રકરણ કોર્ટમાં છે. ત્યારે ફરી એકવાર યાદ અપાવીએ તે મુજબ
વલસાડ હાઇવે ઉપર બાલાજી વેફર ની બાજુમાં આવેલ જગ્યા ઉપર ઉભી થઇ ગયેલી હોટલ ક્રિષ્નાપાર્ક અંગે નો વિવાદ યથાવત છે ત્યારે ટાટા અને સુગર એન્ડ સ્પાઇસ ના આગમન થી વાત ગંભીર બની ગઈ છે અને સિવિલ મેટર વાળી જગ્યા ઉપર હોટેલ નું બાંધકામ અને ધંધો કરવાની પરવાનગી કેવી રીતે મળી ગઈ તે સવાલ ઉઠયા છે વિગતો મુજબ મૂળ કચ્છના પરિવારે વલસાડ જિલ્લા માં જુદીજુદી જગ્યા એ વર્ષો પહેલા પોતાની પ્રોપર્ટી વસાવી હતી તે પૈકી ની બાલાજી વેફર ની બાજુમાં આવેલ શંકર તળાવ પાસે ની આ પ્રોપર્ટી પણ આ કચ્છી પરિવાર પાસે હતી દરિમયાન સુરેશ ભગત ના માલિકી ની આ જગ્યા મામલે અગાઉ થીજ તેમના ફેમિલી માં વિવાદ હતો દરમ્યાન સુરેશ ભગત ની હત્યા થતા આ કેસ ચાલી જતા આ મર્ડર કેસ માં સુરેશ ભગત ના પત્ની જયા છેડા અને તેમના પુત્ર ને મુંબઇ નામદાર કોર્ટે આજીવન કેદ ની સજા ફટકારતા તેઓ બંને જેલ માં છે ત્યારે આ જમીન બાદ માં બીજા ના નામે કેવી રીતે ટ્રાન્સફર થઇ જે એક સસ્પેન્સ રહેતા મૃતક ના ભત્રીજી તનુજાબેને આ મામલે કોર્ટ ના દ્વાર ખખડાવ્યા છે તેઓ એ જણાવ્યું હતું કે તપાસ દરમ્યાન મોટા ધડાકા થાય તેમ છે અને મોટા માથાઓ ના નામ બહાર આવે તેમ છે, બીજી તરફ આ બધા વચ્ચે આખેઆખી હોટલો થઇ જતા કાયદા ના લીરેલીરા ઊડ્યા હોવાનું જણાય રહ્યું છે ત્યારે આ પ્રકરણ માં નામદાર કોર્ટ ની અવગણના અને તપાસ થાય અને સબંધીતો ને કાયદા નું ભાન કરાવે તે જરૂરી બન્યું છે.