વર્ષ 2017માં તેમની સંપિત્તમાં 18 ટકાનાે વધારો થયો છે. એક અબજથી વધુની સંપિત્ત ધરાવનાર વ્યક્તિની સંપિત્ત 2016-17 વચ્ચેના ગાળામાં 18 ટકાના ઉપરના દરે વધી છે. બાેસ્ટન કન્સલ્ટીંગ ગ્રુપના ગ્લોબલ વેલ્થ રિપાેર્ટ 2018માં જણાવવામાં આવ્યું છે કે અબજોપતિની સંપિત્તઆેમાં ઉલ્લેખનિય રીતે વધારો થઈ રહ્યાાે છે. એકંદરે એક અબજથી વધુની સંપિત્ત ધરાવનાર 50 લોકોની સંપિત્ત ભારતમાં કુલ સંપિત્તના 16 ટકાના હિસ્સા સાથે વધુ છે. વૈશ્વિક સ્તરે અબજોપતિની સંપિત્તમાં જે રીતે વધાર થયો છે તેના કરતા ભારતીયોની સંપિત્તમાં વધારો વધુ થયો છે. એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારતીયોની સંપિત્તમાં ઉલ્લેખનિય વધારો નાેંધાયો છે. અબજોપતિ વૈશ્વિક સંપિત્ત વૈશ્વિક રીતે 7 ટકાની આસપાસ છે. જાપાનને છોડી દેવામાં આવે તાે એશિયા પેશિફિકમાં અબજોપતિ 9 ટકા સંપિત્ત ઉપર અંકુશ ધરાવે છે. 100 મિલિયનથી લઈને એક અબજ ડોલર સુધીની સંપિત્ત ધરાવનાર લોકોની સંપિત્તમાં આ વર્ષ દરમિયાન 17 ટકા સુધીનાે વધારો થયો છે. 2017માં કુલ પસૅનલ સંપિત્તમાં સાૈથી ઝડપી વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં ભારતમાં આ વધારો 15 ટકાની આસપાસ છે. ભારતમાં કુલ પસૅનલ સંપિત્ત કમ્પાઉડેડ એન્યુઅલ ગ્રાેથ રેટ મુજબ 2017 અને 2022 વચ્ચે 13 ટકાના દરે વધી શકે છે અને 2017માં આ સંપિત્ત ત્રણ ટ્રિલિયન ડોલરથી વધીને 2022 સુધી પાંચ ટ્રિલિયન સુધી પહાેંચી શકે છે. આની સરખામણીમાં વૈશ્વિક સ્તરે કુલ પસૅનલ સંપિત્ત સાત ટકા વધીને 288 ટ્રિલિયન સુધી પહાેંચી શકે છે. ઈક્વીટી અને ઈન્વેસ્ટમેન્ટ ફંડની ફાળવણી વધુ ઝડપથી વધી રહી છે. કરન્સી અને ડિપાેઝીટની હિસ્સેદારી 2013માં 42 ટકાથી ઘટીને 2017માં 39 ટકા થઈ છે. વૈશ્વિક સ્તરે ઈક્વીટી અને ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં ગ્રાેથનાે આંકડો 13 ટકા રહ્યાાે છે. જે સંપિત્ત ક્લાસમાં સાૈથી ઉંચો આંકડો રહ્યાાે છે. 2016-17માં આ આંકડો ઈક્વીટી અને ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં સાૈથી વધુ નાેંધાયો છે. ભારતમાં ઈક્વીટી અને ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં વધારો ગ્લોબલ ગ્રાેથ રેટ કરતા બે ગણો રહ્યાાે છે. ભારતમાં ઈક્વીટી અને ઈન્વેસ્ટમેન્ટ ફંડ 2017-22 માં 21 ટકા વધી શકે છે. રિપાેર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગ્લોબલ પસૅનલ ફાઈનાÂન્સયલ સંપિત્તમાં 12 ટકાનાે વધારો 2017માં નાેંધાયો છે અને આંકડો અમેરિકી ડોલરની દૃષ્ટીએ 201.9 ટ્રિલયન ડોલર સુધી પહાેંચ્યો છે. અગાઉના વર્ષની સરખામણીમાં આ આંકડો ખુબ વધારે રહ્યાાે છે. માકેૅટમાં તેજી માટે ચાર મુખ્ય પરિબળો જવાબદાર રહ્યાા છે. જેમાં સ્થિરતાની બાબતપણ સામેલ રહેલી છે. ભારતીય અબજોપતિની સંપિત્તમાં રોકેટગતિએ વધારો થયો છે. આને લઈને વિરોધીઆેને વધુ તક મળે તેવી શક્યતા છે. વિરોધી પાટીૅઆેની પહેલાથી જ આક્ષેપ છે કે મોદીના શાસનમાં અમીર લોકોની સંપિત્તમાં વધુ ઝડપી વધારો થયો છે. જ્યારે મધ્યમ વગૅ અને ખેડૂતાેની હાલત વધુ કફોડી બની છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.