ગુજરાત ટાઈટન્સના સુકાની હાર્દિક પંડ્યાને ટ્રેડ કરીને મુંબઈ ઈન્ડિયન્સે લીધા પછી અમુક ક્રિકેટરની નારાજગીમાં વધારો થયો હતો, ત્યારબાદ એકાએક રોહિતના નામની એક્ઝિટને કારણે આઈપીએલને બદલે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ અને મેનેજમેન્ટ લાઈમલાઈટમાં આવી ગયું છે. ગઈકાલે ઓક્શન વખતે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા અને ટીમ અંગે સ્પષ્ટતા હતી. ત્યાર પછી ટીમના માલિક અને અંબાણી પરિવારના દીકરાએ આ મુદ્દે ફોડ પાડ્યો હતો.
ઓક્શન વખતે એક ફેને રોહિત અંગે ફ્રેન્ચાઈઝીની યોજના અંગે સવાલ કર્યો હતો ત્યારે એમઆઈના માલિક આકાશ અંબાણીએ શાનદાર જવાબ આપીને વિવાદ પર પૂર્ણ વિરામ મૂક્યો હતો, હવે આકાશ અંબાણીનો જવાબ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. આકાશ અંબાણીએ ફેનને આપેલો જવાબ પણ મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરવામાં આવ્યો હતો
ફેનને આકાશે જવાબ આપ્યો હતો કે ચિંતા કરશો નહીં તે બેટિંગ કરશે. હવે આકાશ અંબાણીનો જવાબ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જ્યારે તેના પર લોકોએ અવનવી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
#OneFamily #MumbaiIndians #IPLAuction pic.twitter.com/fNWLiWpgJS
— Mumbai Indians (@mipaltan) December 19, 2023
અહીં એ જણાવવાનું કે આઈપીએલ 2024ની મિનિ ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટે આઠ ખેલાડીને ખરીદ્યા છે, જેમાં પાંચ કરોડમાં ગિરાલ્ડ કોએટ્ઝી, દિલશાન મદુશંકા (4.60 કરોડ), શ્રેયસ ગોપાલ (20 લાખ), નમન ધીર (20 લાખ), અંશુલ કંબોજ (20 લાખ), નુવાન તુષારા (4.80 કરોડ), મહોમ્મદ નબી (1.50 કરોડ), શિવાલિક શર્મા (20 લાખ)ને પોતાની ટીમમાં સામેલ કર્યાં છે.
ઉલ્લેખનીય છે કે આઈપીએલની મિનિ ઓક્શનમાં મિચેલ સ્ટાર્કને પણ કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડમાં ખરીદ્યો હતો, જ્યારે તેના સાથીદાર પૈટ કમિન્સને દુબઈમાં ઈન્ડિનયન પ્રીમિયર લીગના ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 20.5 કરોડમાં ખરીદીને આઈપીએલનો સૌથી મોંધો ખેલાડી ખરીદ્યો હતો.