IPL 2024 માટે દુબઈમાં એક મીની હરાજી યોજાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક સૌથી મોંઘો વેચાયો હતો. સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. જો કે વિશ્વના મહાન બેટ્સમેનોમાં ગણવામાં આવતા વિરાટ કોહલીને RCBએ IPL 2024 માટે 15 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.
વિરાટ કોહલી IPL 2008ની શરૂઆતથી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ છે. જો વિરાટ કોહલીની હરાજીમાં બોલી લગાવવામાં આવે છે તો ટીમો તેને કેટલી કિંમતે ખરીદવા માંગશે? આનો જવાબ પૂર્વ ભારતીય બેટ્સમેન આકાશ ચોપરાએ આપ્યો છે. આકાશ ચોપરાએ કોહલીની કિંમત આ પ્રમાણે ટાંકી છે, જે હાલમાં મિચેલ સ્ટાર્કની કિંમત કરતાં લગભગ બમણી છે. ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ કહ્યું, જો વિરાટ કોહલી IPL ઓક્શન ટેબલ પર આવશે તો તેને 42-45 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવશે.
વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 237 IPL મેચ રમી છે, 229 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 37.25ની એવરેજ અને 130.02ની સ્ટ્રાઇક રેટથી 7263 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 7 સદી અને 50 અડધી સદી ફટકારી છે. કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ યાદીમાં શિખર ધવન 6617 રન સાથે બીજા ક્રમે છે.
તાજેતરમાં યોજાયેલી હરાજીમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પર મોટી રકમનો વરસાદ થયો હતો. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિવાય સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને 20.50 કરોડ આપીને પોતાનો હિસ્સો બનાવ્યો હતો. આ સિવાય ડાબોડી ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્પેન્સર જોન્સનને 10 કરોડ રૂપિયાની કિંમત મળી હતી, જેને ગુજરાત ટાઇટન્સે પોતાનો હિસ્સો બનાવ્યો હતો.