વર્ષ ૨૦૨૩માં બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનનો દબદબો રહ્યો છે. બોલીવુડના કિંગખાને બોક્સ ઓફિસ પર આ વર્ષે રાજ કર્યું છે. આ વર્ષે તેની બે ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’ રિલીઝ થઈ હતી અને આ બંને ફિલ્મો વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની રહી. હવે ફેન્સ સાથે વર્ષ ૨૦૨૩ને અલવિદા કહેવા માટે શાહરૂખ ખાન ફરી એકવાર ‘ડંકી’ સાથે ત્રીજી વખત મોટા પડદા પર પાછો ફર્યો છે. રાજકુમાર હિરાણી દ્વારા દિગ્દર્શિત તેમની ફિલ્મ ‘ડંકી’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને પ્રથમ શો સાથે જ આ ફિલ્મે થિયેટરોમાં ધૂમ મચાવી દીધી છે. મુંબઈના એક થિયેટરમાં ‘ડંકી’નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા આવેલા પ્રેક્ષકોએ ઉજવણીનો માહોલ સર્જ્યો હતો, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
Christmas came early as we are here to celebrate our Santa’s bestest present to all of us- Dunki!!!! #DunkiDay #Dunki 5:55am celebration at #Gaiety in unique Christmas style! ❤️@iamsrk @RedChilliesEnt @RajkumarHirani #DunkiReview #ShahRukhKhan #SRK pic.twitter.com/I5lkh69TNB
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) December 20, 2023
શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાણીની ફિલ્મ ‘ડંકી’નો ક્રેઝ જોઈને થિયેટર માલિકોએ ફિલ્મના શો વહેલા શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈના ઘણા થિયેટરોમાં કિંગખાનની ફિલ્મના વહેલી સવારના શો માટે આયોજન કરવામાં આવ્યા હતા. સોશિયલ મિડિયામાં ‘ડંકી’ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનો એક વીડિયો વાયરલ થયો છે. જે મુંબઈના બાંદ્રા સ્થિત થિયેટર ‘ગેટી ગેલેક્સી’નો છે. આ વીડિયોમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પહેલા વહેલી સવારે શાહરૂખ ખાનના ચાહકોએ થિયેટરની બહાર કેટલાક ફૂટ ઊંચો કટ આઉટ મૂક્યો હતો, જેના પર ‘ડંકી’ લખેલું હતું.
#DunkiDay celebration in full swing at #Gaiety! @iamsrk #Dunki #DunkiReview pic.twitter.com/2JiIjJPgkb
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) December 21, 2023
ગેટ્ટી ગેલેક્સીની બહાર ચાહકોએ ફટાકડા ફોડયા
શાહરૂખ ખાનના ચાહકોએ તેના પોસ્ટર સાથે લાવી ધૂમ મચાવી કિંગ ખાનની ‘ડંકી’ની રિલીઝને ઉજવણીના વાતાવરણમાં ફેરવી દીધી હતી. આ પ્રસંગે મુંબઈના થિયેટરની બહાર ચાહકો પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. વહેલી સવારે ભીડનો નજારો જોવા જેવો હતો. ‘ડંકી’માં પ્રથમ વખત જ શાહરૂખ ખાન સાથે તાપસી પન્નુની જોડી કિંગ ખાનના ચાહકોને જોવા મળી છે. ફિલ્મમાં વિકી કૌશલ અને બોમન ઈરાનીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આપણે જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ના એક દિવસ પહેલા જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.
Thank u guys and girls have a good show and hope u all get entertained by #Dunki. https://t.co/y9arzwZBHs
— Shah Rukh Khan (@iamsrk) December 21, 2023