બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસની મુશ્કેલીઓ વધી રહી છે. એકવાર ફરી સુકેશ ચંદ્રશેખરનાં લેટર અને મેસેજથી કંટાળીને એક્ટ્રેસ કોર્ટનાં રસ્તે વળી છે.બોલીવુડ એક્ટ્રેસ જેકલીને કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે અને કોર્ટમાં કહ્યું મારી ઈમેજ બગડી રહી છે. બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસની મુશ્કેલીઓ સતત વધી રહી છે. થોડા દિવસો પહેલાં એક્ટ્રેસ 200 કરોડ રૂપિયાનાં મની લોન્ડેરિંગ કેસમાં હાઈકોર્ટ પહોંચી હતી. આ વચ્ચે હવે જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરનાં આપત્તિજનક લેટર અને મેસેજથી કંટાળીને જેકલીને કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. કોર્ટમાં જેકલીન ફર્નાંડિસે પોતાની સિક્યોરિટીને ધ્યાનમાં રાખતાં રાહતની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 18 જૂલાઈનાં કોર્ટમાં સુનાવણી દરમિયાન સુકેશે વીડિયો કોન્ફેરેન્સ થકી જેકલીન સાથે વાત કરી હતી. આ જાણકારી જેકલીને ખુદ કોર્ટમાં આપી હતી.
સુકેશથી કંટાળી જેકલીન
બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસે જણાવ્યું કે તેને લઈને મીડિયાને મોકલવામાં આવેલા લેટરમાં જે પ્રકારનાં શબ્દોનો સુકેશ દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો છે તે ન માત્ર તેની ઈમેજને નુક્સાન પહોંચાડે છે પણ તેની સુરક્ષાને પણ ખતરામાં મુકે છે. એક્ટ્રેસે પોલીસ અને જેલ ઓથોરિટીને ફરિયાદ કરી હતી પણ તેના પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. એક્ટ્રેસે કોર્ટને માંગ કરી છે કે તે જેલ ઓથોરિટી અને પોલીસને આદેશ આપે કે સુકેશ ચંદ્રશેખર આગળ કોઈપણ પ્રકારનાં લેટર, મેસેજ અને નિવેદન જાહેર ન કરે/તેને રોકવામાં આવે.
ઈમેજને નુક્સાન
બોલીવુડ એક્ટ્રેસ જેકલીને સુકેશ ચંદ્રશેખર દ્વારા મોકલવામાં આવેલ લેટર અને મેસેજની સામે આપત્તિ દર્શાવી છે. તેનું માનવું છે કે તેની ઈમેજને નુક્સાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે આ બધા પર રોક લગાડવામાં આવે.
દિલ્હી પોલીસે જેકલીનનું સમર્થન કર્યું
સુકેશ ચંદ્રશેખર 200 કરોડથી વધારે રૂપિયાનાં ઠગનાં મામલામાં મહત્વનો સાક્ષી છે. જો કે દિલ્હી પોલીસની તરફથી કહેવામાં આવ્યું છે કે જે રીતે સુકેશ ચંદ્રશેખરની તરફથી એક્ટ્રેસને હેરાન કરવામાં આવી રહ્યું છે એ ચિંતાનો વિષય છે. તેનાથી ટ્રાયલ પર ખરાબ અસર પડશે.