સાઉથ સ્ટાર રામ ચરણ ફરી એકવાર કામ માટે મુંબઈ પહોંચી ગયા છે. તે પત્ની ઉપાસના અને પુત્રી ક્લીન કારા સાથે મુંબઈ આવ્યો છે.સૌથી રસપ્રદ વાત એ હતી કે તૈમૂરની નૈની પણ રામ ચરણ સાથે જોવા મળી હતી. જેને જોઈને ચાહકો દરેક પ્રકારના સવાલો પૂછવા લાગ્યા છે.
રામ ચરણ અને ઉપાસનાના લગ્નના 11 વર્ષ બાદ એટલે કે, 20 જૂન, 2023ના રોજ એક પુત્રીનું સ્વાગત કર્યું. કલિન કારા કોનિડેલા પરિવારની લાડલી છે. રામચરણ અને તેની પત્ની આજે મુંબઈના મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવા પુત્રી સાથે જોવા મળ્યા હતા.
ગ્લોબલ સ્ટાર રામ ચરણ, તેમની પત્ની ઉપાસના અને તેમની પુત્રી ક્લિન કારા સાથે આજે મુંબઈના મહાલક્ષ્મી મંદિરે પહોંચ્યો હતો. રામ ચરણ સફેદ શર્ટમાં જોવા મળ્યો હતો અને ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો
રામચ ચરણ અને ઉપાસના કામિનેની આ વર્ષે જૂન મહિનામાં ક્લિન કારાના માતા પિતા બન્યા હતા. માતા પિતા બન્યા બાદ કપલ સોશિયલ મીડિયા પર હંમેશા પુત્રી સાથેના ફોટો અને વીડિયો પોસ્ટ કરતો રહે છે. રામચરણ તેની પત્ની ઉપાસના અને પુત્રી સાથે મુંબઈમાં આવેલ મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો. જેમાં તેની પત્ની ટ્રેડિશનલ લુકમાં ખુબ જ સુદર લાગી રહી હતી.
રામચરણની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તેની પાસે અનેક મોટા પ્રોજેક્ટ છે. જેમાંથી એક છે ફિલ્મ ગેમ ચેન્જર, જેનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ માનવામાં આવી રહી છે. રિપોર્ટ મુજબ ફિલ્મમાં રામ ચરણ એક આઈએએસ અધિકારીની ભૂમિકા નિભાવતો જાવા મળશે.રામચરણની ફિલ્મ ગેમ ચેન્જરમાં રામચરણ અભિનેત્રી કિયારા અડવાણી, એસ જે સૂર્યા, સુનીલ, જયરામ તેમજ અન્ય સ્ટાર પણ લીડ રોલમાં છે.