સલમાન ખાન હાલમાં જ તેના નાના ભાઈ સોહેલ ખાનના જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો. આ દરમિયાન વેન્યૂની બહાર નીકળતી વખતે તે ત્યાં હાજર પાપારાઝી પર ગુસ્સે થઈ ગયો. સલમાનનો ગુસ્સાવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં તે પાપારાઝી પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોયા બાદ ભાઈજાનના ફેન્સ તેને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા
સલમાન ખાન એક એવો બોલિવુડ સ્ટાર છે જેને ચર્ચામાં રહેવા માટે કોઈ કારણની જરૂર નથી. તે જ્યાં પણ જાય છે, કેમેરા તેની સાથે આવી જાય છે. ભાઈજાનના નાના ભાઈ સોહેલ ખાનનાં જન્મદિવસ પર તે સોહેલની બર્થડે પાર્ટીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફેન્સ પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે.સોહેલે તેની બર્થડે પાર્ટી આપી હતી. જેમાં સલીમ ખાન, હેલન, સલમા ખાન, અર્પિતા ખાન અને આયુષ શર્મા, અલવીરા ખાન, અતુલ અગ્નિહોત્રી અને તેની પુત્રી અલીઝેહ અગ્નિહોત્રી સહિત ઘણા નજીકના મિત્રો હાજર રહ્યા હતા.
સોહેલ ખાનની બર્થડે પાર્ટીમાં સલમાન ખાને સૌનું ધ્યાન ખેચ્યું હતું. બર્થ ડે બેશ પછી સલમાન માતાપિતાને વેન્યૂની બહાર લઈ જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેમને જોતાની સાથે જ ફોટોગ્રાફર્સ તસવીરો લેવા તેમની કાર પાસે આવ્યા હતા. ત્યારબાદ સલમાન પાપારીઝીથી ગુસ્સે થઈ ગયો હતો. કારમાં બેસતા પહેલા તેને પોતાનો બધો ગુસ્સો પેપ્સ પર ઠાલવ્યો. ઈન્સ્ટન્ટ બોલિવુડ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે સલમાન પાપારાઝી પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. સાથે જ તે કહી રહ્યો છે કે, ‘પાછળ જાવો બધા’.
વાયરલ થઈ રહ્યો છે વીડિયો
સલમાન ખાનનો ગુસ્સાવાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભાઈજાનના ફેન્સ તેને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે પેપ્સે સ્ટાર્સને આટલું હેરાન ન કરવા જોઈએ. તેવી જ રીતે અન્ય લોકો પણ સલમાનના સપોર્ટમાં રિએક્શન આપી રહ્યા છે.
સલમાનની ‘ટાઈગર 3’
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો સલમાન ખાનની હાલમાં રિલીઝ થયેલી ટાઈગર 3 એ બોક્સ ઓફિસ પર ખૂબ ધમાકેદાર પરફોર્મ કર્યું હતું. હાલમાં તે પોતાની ફિલ્મની સક્સેસને એન્જોય કરી રહ્યો છે. ટાઈગર 3માં સલમાનની સાથે કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. મનીષ શર્માના નિર્દેશનમાં બનેલી આ આદિત્ય ચોપરાએ પ્રોડ્યુસ કરી હતી.