ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ ગેકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાશે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરશે.
દક્ષિણ આફ્રિકાની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ફેહલુકવાયો અને તબરેઝ શમ્સીને પડતા મૂકવામાં આવ્યા છે અને બ્યુરાન હેન્ડ્રીક્સ અને લિઝાદ વિલિયમ્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમમાં શ્રેયસ અય્યરની જગ્યાએ રિંકુ સિંહને તક મળી છે.
ભારત પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (w/c), રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુધરસન, તિલક વર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર દક્ષિણ આફ્રિકા પ્લેઇંગ ઇલેવન: ટોની ડી જોર્ઝી, રીઝા હેન્ડ્રીક્સ, રાસી વાન ડેર ડ્યુસેન, એઇડન માર્કરામ (સી), હેનરિક ક્લાસેન (ડબ્લ્યુ), ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, કેશવ મહારાજ, નાન્દ્રે બર્ગર, લિઝાદ વિલિયમ્સ, બ્યુરન હેન્ડ્રીક્સ
ટીમ ઈન્ડિયા પ્રથમ વનડે જીતીને શ્રેણીમાં 1-0થી આગળ છે. જોહાનિસબર્ગમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે 8 વિકેટે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા બીજી વનડેમાં જીત નોંધાવીને સિરીઝ જીતવાના ઈરાદા સાથે રમશે. દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે. રિંકુ સિંહને કુલદીપ યાદવના હાથે તેની ODI ડેબ્યૂ કેપ મળી છે.