‘કોફી વિથ કરણ 8’નો દરેક એપિસોડ ચર્ચામાં રહે છે. જ્યાં શોના હોસ્ટને પહેલા જ એપિસોડને લઈને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. તો કેટલાક એપિસોડ ખૂબ ફની પણ રહ્યા છે. કરણ જોહરે આ શોનો પ્રોમો શેર કર્યો છે. અપકમિંગ એપિસોડમાં ‘સિંઘમ અગેન’ની જોડી ઘણા ખુલાસા કરતી જોવા મળશે.
‘કોફી વિથ કરણ’ની 8મી સીઝન ધૂમ મચાવી રહી છે. આદિત્ય રોય કપૂર અને અર્જુન કપૂર સાથેના એપિસોડ પછી આ અઠવાડિયે કરણ જોહરના શોમાં નવા મહેમાનોએ એન્ટ્રી કરી છે. દર વખતની જેમ આ એપિસોડમાં પણ ઘણા મોટા ખુલાસા જોવા મળશે. શોના હોસ્ટ કરણ જોહરે તાજેતરમાં એક પ્રોમો શેર કર્યો છે. જ્યાં અજય દેવગન અને રોહિત શેટ્ટીની ગોસિપ સામે કરણની બોલતી બંધ થઈ ગઈ હતી.
કરણ જોહરના બેસ્ટ ફ્રેન્ડ કાજોલના પતિ અજય દેવગન અને તેના ડાયરેક્ટર રોહિત શેટ્ટી હાલમાં જ શોમાં પહોંચ્યા હતા. પરંતુ એક્ટરને તેના કટ્ટર દુશ્મન વિશે પૂછવામાં આવતાં જ તેને સમય બગાડ્યા વિના કરણ જોહરનું નામ લીધું.
‘સિંઘમ અગેન’ની આ જોડી કરણ જોહર સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરતો જોવા મળશે. એક્ટર અને ડાયરેક્ટરને કરણ જોહરે સફળતા પછી તેમની રિએક્શન વિશે પૂછ્યું, ત્યારે અજય દેવગનની સ્ટાઈલ જોઈને રોહિત શેટ્ટીએ કહ્યું કે, ફિલ્મ બ્લોકબસ્ટર હોય કે ન હોય, સલમાન ખાન અને અજય દેવગન બંને હંમેશા એક જેવા જ રહે છે.
આ દરમિયાન કરણ જોહરે અજય દેવગનને પણ પૂછ્યું કે તે બોલિવુડની પાર્ટીઓમાં કેમ જોવા નથી મળતો. તેના પર એક્ટરે ખુલાસો કર્યો કે તેને બોલાવવામાં પણ આવતો નથી. એરપોર્ટ પર ફોટોગ્રાફ્સ ક્લિક કરાવવાના સવાલ પર તેને મજાકમાં કહ્યું કે તે પાપારાઝીને ફોન કરીને બોલાવતો નથી.
કોણ છે અજય દેવગનનો કટ્ટર દુશ્મન?
કરણ જોહરના શોમાં અજય દેવગને એવો ખુલાસો કર્યો હતો, જેને સાંભળીને શોના હોસ્ટ પોતે પણ હેરાન રહી ગયા હતા. અજય દેવગને કહ્યું કે એક સમયે કરણ જોહર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેનો કટ્ટર દુશ્મન હતો.આ સાંભળ્યા પછી જ્યારે કરણ જોહર એક્ટરને લુક આપતો જોવા મળ્યો, ત્યારે રોહિત શેટ્ટી પણ ખૂબ જ શોક્ડ થઈ ગયો. પરંતુ હંમેશની જેમ અજય દેવગન ખૂબ જ કુલ બેઠેલો જોવા મળ્યો હતો. કરણના શોનો આ એપિસોડ ટૂંક સમયમાં ટેલિકાસ્ટ થશે.