બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને દુબઈની એક ઈવેન્ટમાં મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે કયા કારણોથી તે પોતાની જ ફિલ્મો નથી જોતા.હાલ ફિલ્મ ‘ડંકી’ને લઈને વ્યસ્ત છે શાહરૂખ ખાન, તેના પ્રમોશન માટે અવનવા પ્રયત્નો કરી રહ્યો છે.
અભિનેતા શાહરૂખ ખાન હાલ પોતાની ફિલ્મ ‘ડંકી’ને લઈને સતત ચર્ચામાં છે. અભિનેતા પઠાણ અને જવાનની ભારે બ્લોકબસ્ટર સફળતા વર્ષની પોતાની ત્રીજી રિલીઝ ‘ડંકી’ને લઈને તૈયાર છે. ફિલ્મ ‘ડંકી’ના પ્રમોશન માટે શાહરૂખ ખાને દુબઈના એક ઈવેન્ટમાં હાજરી આપી. આ ઈવેન્ટમાં ‘ડંકી’ અભિનેતાએ પોતાની ફિલ્મોને જોવાને લઈને એવું કંઈક કહી નાખ્યું કે જેના કારણે તે ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે.
પોતાની ફિલ્મો જોવી લાગે છે અજીબ
ઈવેન્ટમાં વાતચીત વખતે શાહરૂખ ખાને જણાવ્યું કે તેમને પોતાના બાળકોની પ્રતિક્રિયાના કારણે પોતાની ફિલ્મો જોવામાં અજીબ લાગે છે. તેમણે આગળ કહ્યું કે આટલું જ નહીં અમુક લોકો તો સોશિયલ મીડિયા પર ખરાબ રીતે તેમની મિમિક્રી કરે છે.
ડંકી અભિનેતાએ કહ્યું, “આજ કાલ સોશિયલ મીડિયા પર બધા મારી મિમિક્રી કરતા રહે છે. મને એ ખબર નથી પડી રહી કે કિરણ વાળો ડાયલોગ મે આવો ક્યારે બોલ્યો હતો? ઓહ, આઈ લવ યુ કકક કિરણ. ઘણા લોકો તો આનાથી પણ વધારે ખરાબ મિમિક્રી કરે છે અને બોલે છે આઈ લવ યુ, કકક કિરણ. આવું થોડી હોય યાર મેં આવું બોલ્યું જ નથી. સોશિયલ મીડિયા પર આ બધુ જોઈને મને મારી જ ફિલ્મો જોવામાં અજીબ લાગે છે.”