સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને ખરીદવા માટે ભારે બોલી લગાવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2024ની હરાજીમાં પેટ કમિન્સને 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પેટ કમિન્સ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલની હરાજીમાં પેટ કમિન્સ માટે બોલી લગાવી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા પેટ કમિન્સને 20.50 કરોડ રૂપિયામાં ખરીદવા પર આકાશ ચોપરાએ જિયો સિનેમા શોમાં કહ્યું, “પેટ કમિન્સને આટલું બધું આપવાનો અર્થ એ છે કે કદાચ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ તેને કેપ્ટન તરીકે માની રહી છે.” જો 20 કરોડથી વધુ રૂપિયા આપવામાં આવ્યા હોય તો તેમણે તરત જ તેમના કેપ્ટનની જાહેરાત કરવી જોઈએ અને તે પેટ કમિન્સ હોઈ શકે છે. કમિન્સ પર આટલા પૈસા ખર્ચવાનો બીજો કોઈ અર્થ નથી.
ઝહીર ખાન પણ આકાશ ચોપરાના નિવેદન સાથે થોડો સહમત જોવા મળ્યો હતો અને તે પણ માને છે કે સનરાઇઝર્સ હૈદરાબાદ કમિન્સને કેપ્ટનશિપ આપી શકે છે. ગત સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે એડન માર્કરામને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો, પરંતુ તેની કેપ્ટનશીપમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ માત્ર ચાર મેચ જીતી શકી હતી.