મુંબઈઃ અત્યારના સમયે ફિલ્મ ‘એનિમલ’ અને ફિલ્મોના ગીતો જોરદાર લાઈમલાઈટમાં આવી ગયા છે, જ્યારે તેના અભિનેતાઓ પણ ચર્ચામાં છે. એનિમલ ફિલ્મને લઈને રશ્મિકા મંદાના પણ ચર્ચામાં છે, જેમાં ફિલ્મમાં ગિતાજલીનું કેરેકેટર જાણીતું છે.
રશ્મિકાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે, જેમાં તાજેતરમાં તેના મસ્ત ફોટોગ્રાફ વાઈરલ થયા છે, જ્યારે તે ફોટોગ્રાફ પણ લોકોને વિશેષ પસંદ પડ્યા છે. એનિમલ ફિલ્મમાં ગિતાંજલીએ લોકોના મગજ પર આગવી છાપ છોડી છે. રશ્મિકાની લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયા પર તેની તસવીરો જોરદાર વાઈરલ થઈ રહે છે, જેમાં બેહદ ખુબસુરત લાગે છે.
ગિતાંજલીએ હવે તેના પાત્રને અમર બનાવી દીધું છે, જેમાં આ અગાઉની ફિલ્મ પુષ્પા જેવી ફિલ્મમાં પણ પુ્ષ્પાના કેરેકટરે લોકોના દિમાગ પર આગવી છાપ છોડી હતી. આ ફિલ્મમાં રશ્મિકાના અભિનયની જોરદાર તારીફ કરી હતી.
આ જ પુષ્પા એટલે રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ પર બ્રાઉન કલરના વનપીસ ડ્રેસમાં તસવીરો પોસ્ટ કરી હતી. એનિમલ ફિલ્મમાં પણ ગિતાંજલીના અભિનયની પણ ચર્ચા રહી હતી, જ્યારે પોસ્ટ કરેલા ફોટોગ્રાફ પર લાખો લોકોએ લાઈક કરવા સાથે હજારો લોકોએ તેની તારીફ કરી હતી.