દુનિયાભરમાં લોકોને વિવિધ પ્રશ્નો થતા હોય છે. જેના જવાબ માટે લોકો ગૂગલ કે વિકિપીડિયાની મદદ લેતા હોય છે. જેમાં આ વર્ષે વિકિપીડિયા પર સૌથી વધુ વાંચવામાં આવેલા આર્ટીકલ વિષે આજે જાણીશું. જેમાં ચેટ જીપિટી અને ક્રિકેટથી લઈને બાર્બી અને બોલીવૂડ સુધીના ટોપિકનો સમાવેશ થાય છે. વિકિપીડિયાની નોન પ્રોફિટેબલ સંસ્થા વિકિમીડિયા ફાઉન્ડેશનના આંકડાઓ અનુસાર, આ વર્ષમાં અંગ્રેજી વિકિપીડિયાને ૮૪ બિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે.
આ વર્ષે સૌથી વધુ વાંચવામાં આવેલા ટોપીક
૧. ચેટજીપીટી: ૪૯,૪૯૦,૪૦૬
૨. ૨૦૨૩માં મૃત્યુ: ૪૨,૬૬૬,૮૬૦
૩. ૨૦૨૩ ક્રિકેટ વર્લ્ડકપ: ૩૮,૧૭૧,૬૫૩
૪. ઇન્ડિયન પ્રીમિયર લીગ: ૩૨,૦૧૨,૮૧૯
૫. ઓપનહેમર (ફિલ્મ): ૨૮,૩૪૮,૨૪૮
૬. ક્રિકેટ વર્લ્ડ કપ: ૨૫,૯૬૧,૪૧૭
૭. જે. રોબર્ટ ઓપેનહેમર: ૨૫, ૬૭૨,૪૬૯
૮. જવાન (ફિલ્મ): ૨૧,૭૯૧,૧૨૬
૯. ૨૦૨૩ ઈન્ડિયન પ્રીમિયર લીગ: ૨૦,૬૯૪,૯૭૪
૧૦. પઠાણ (ફિલ્મ): ૧૯,૯૩૨,૫૦૯
હજુ આ યાદીમાં ધ લાસ્ટ ઓફ અસ (ટીવી સિરીઝ), ટેલર સ્વિફ્ટ, બાર્બી (ફિલ્મ), ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસી, પ્રીમિયર લીગ,મેથ્યુ પેરી, યુનાઇટેડ સ્ટેટ્સ,એલોન મસ્ક,અવતાર: (ધ વે ઓફ વોટર, ભારત, લિસા મેરી પ્રેસ્લી, ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી વોલ્યુમ-3, યુક્રેન પર રશિયન આક્રમણ,એન્ડ્રુ ટેટનો સમાવેશ થાય છે.
એક વર્ષ પૂરું થયું હોવા છતાં પણ ચેટજીપીટી લોકપ્રિય છે. તેમજ તેના યુઝર્સની સંખ્યા સો મિલિયનથી વધુ થઇ ગઈ છે. આ વર્ષે વિકિપીડિયા પર સૌથી વધુ વાંચવામાં આવેલા આર્ટિકલમાં જવાન, પઠાન અને આઈપીએલ પણ સામેલ છે.
આ ડેટા ૧ જાન્યુઆરીથી ૨૮ નવેમ્બર સુધીનો છે. આ વર્ષે શાહરૂખ ખાનની બે ફિલ્મોએ વિકિપીડિયાની ટોચની યાદીમાં સ્થાન મેળવ્યું છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે.