ફિલ્મ ‘એનિમલ’થી લાઈમલાઈટમાં આવેલી એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીનો એક ઈન્ટરવ્યુ હાલમાં ચર્ચામાં છે. આ ઈન્ટરવ્યુમાં તેણે ક્રિકેટર વિરાટ કોહલી વિશે નિવેદન આપ્યું છે. ફિલ્મ ‘એનિમલ’ બાદ તૃપ્તિના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ફેન્સ તેના વિશે જાણવા ઉત્સુક છે. તાજેતર માં એક ઈન્ટરવ્યુ માં તેને કહ્યું હતું કે વિરાટ મારો ફેવરીટ ક્રિકેટર છે અને તેમાં કોઈ જ શંકા નથી.
ફિલ્મ ‘એનિમલ’ રીલિઝ થઈ ત્યારથી જ અભિનેત્રી તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. રશ્મિકા મંદાન્ના બાદ હવે તૃપ્તિને નેટીઝન્સ દ્વારા ‘નેશનલ ક્રશ’નું બિરુદ આપવામાં આવ્યું છે. તૃપ્તિએ ‘એનિમલ’માં ઝોયાનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં તેના રણબીર કપૂર સાથે કેટલાક ન્યૂડ અને ઈન્ટિમેટ સીન્સ છે. જ્યારથી આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે ત્યારથી તેની ચર્ચા થઈ રહી છે. ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી તૃપ્તિના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં જબરદસ્ત વધારો થયો છે. તેમના ફોલોઅર્સ છ લાખથી વધીને હવે 27 લાખ થઈ ગયા છે. ચાહકો તૃપ્તિ વિશે બધું જાણવા ઉત્સુક છે.હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તૃપ્તીએ ક્રિકેટર વિરાટ કોહલી વિશે નિવેદન આપ્યું હતું. તેમના નિવેદને નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ ઈન્ટરવ્યુમાં તેને તેના ફેવરિટ ક્રિકેટર વિશે પૂછવામાં આવ્યું હતું.તૃપ્તીએ કહ્યું, “વિરાટ કોહલી મારો ફેવરિટ ક્રિકેટર છે, તેમાં કોઈ શંકા નથી.” જ્યારે નેટીઝન્સ ફિલ્મ ‘એનિમલ’ પછી તેના પર ફિદા થઈ રહ્યા છે તો તૃપ્તિ ડિમરી વિરાટ પર ફિદા થઈ રહી છે.’એનિમલ’ પછી તૃપ્તિ અભિનેતા વિકી કૌશલ અને રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરશે. ફિલ્મ ‘એનિમલ’ પહેલા તેણે ખાસ કરીને ‘બુલબુલ’ અને ‘કલા’માં તેની ભૂમિકાઓ માટે પ્રશંસા કરવામાં આવી હતી.