સીઆઈડી શૉનાં એક્ટર ફેડરિક્સને 2 દિવસ પહેલાં હાર્ટઅટેક આવ્યો હતો અને ત્યારથી તેમની હાલત નાજુક બની રહી છે. હાલમાં વેંટિલેટર સપોર્ટ પર છે.સીઆઈડી શૉમાં ફેડરિક્સનું પાત્ર ભજવતાં દિનેશ હાલમાં મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે.સોની ટીવીનાં ફેમસ શૉ સીઆઈડીમાં ઈંસ્પેક્ટર ફેડરિક્સનો રોલ પ્લે કરનારા એક્ટર દિનેશ ફડનિસને શુક્રવારે એટલે કે 1 ડિસેમ્બરનાં હાર્ટઅટેક આવ્યો હતો. સાંજનાં સમયે તેમને હાર્ટ અટેક આવ્યો હતો જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમાચારને તેમના કો-સ્ટાર દયાનંદ શેટ્ટીએ કન્ફર્મ કર્યું છે.
દયાનંદ શેટ્ટીએ આપી માહિતી
મીડિયા રિપોર્ટ અનુસાર દિનેશ ફડનિસનાં મિત્ર અને કો-સ્ટાર દયાનંદ શેટ્ટીએ, હાર્ટ અટેક આવ્યાની માહિતી આપી હતી. દયાનંદ શેટ્ટીએ સીઆઈડી શૉમાં ઈંસ્પેક્ટર દયાનો રોલ પ્લે કર્યો હતો. દયાનંદ અનુસાર હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ દિનેશની હાલતમાં સુધારો જોવા મળ્યો છે. તેમની બોડી સારી રીતે રિસ્પોન્ડ કરી રહી છે. ઘરવાળાઓ અને નજીકીઓને આશા છે કે તે જલ્દી ઠીક થઈ ઘરે પાછા આવી જશે.57 વર્ષનાં એક્ટર દિનેશ ફડનિસને મુંબઈનાં તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સ્થિતિ નબળી હોવાને લીધે તેમને વેંટિલેટર સપોર્ટમાં રાખવામાં આવ્યું છે. હાલમાં તેમની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.
સીઆઈડી શૉથી મળી ઓળખ
દિનેશ ફડનિસને વર્ષ 1998માં શરૂ થયેલા ટીવી શૉ સીઆઈડીમાં ખાસ ઓળખ મળી હતી. શરૂઆતી કેટલાક એપિસોડ્સમાં તેમને કડક પોલીસ ઈંસ્પેક્ટર ફેડરિક્સનો રોલ આપવામાં આવ્યો હતો જો કે પાછળથી તેમને કોમેડિયન ઈંસ્પેક્ટરની રીતે રજૂ કરવામાં આવ્યું. સીઆઈડી શૉ 2018 સુધી ચાલ્યું હતું. ટીવી શૉ સિવાય દિનેશ મરાઠી ફિલ્મોમાં પણ જોવા મળે છે.