ફેસબુક પર સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપ્યા પછી પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં અનેક બાબતો સામે આવી હતી.પોલીસે ધમકી મામલે તપાસ શરૂ કરી તેમાં તપાસમાં સ્પેનનું કનેક્શન સામે આવ્યું છે.
પંજાબી સિંગર ગિપ્પી ગ્રેવાલના ઘરે ફાયરિંગ થયુ હતું અને તેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ ફાયરિંગ કરી હોવાની જવાબદારી લીધી હતી. ત્યારપછી સિંગરના નામે ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં સલમાન ખાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેમને ધમકી આપવામાં આવી હતી. જે પછી પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં અનેક બાબતો સામે આવી હતી.
ક્રાઈમ બ્રાંચની તપાસ પરથી જાણવા મળ્યું હતું કે, સલમાન ખાનને સ્પેનથી ધમકી આપવામાં આવી હતી. જે માટે વીપીએનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગિપ્પી અને સલમાન ખાન માટે ફેસબુક પર ધમકીભરી પોસ્ટ કરવામાં આવી હતી.
ફરિયાદ દાખલ કરવામાં આવી નથી
ધમકી મળ્યા પછી મુંબઈ પોલીસે સલમાન ખાનની સિક્યોરિટીની માહિતી મેળવી હતી. આ મામલે હજુ સુધી FIR દાખલ કરવામાં આવી નથી. ગિપ્પી ગ્રેવાલના કેનેડાના ઘર પર ફાયરિંગ કરવામાં આવી હતી, ત્યારપછી ફેસબુક પોસ્ટ કરવામાં આવી હતી. ફેસબુક એકાઉન્ટ પર લોરેન્સનો ફોટો હતો.
ફેસબુક પોસ્ટમાં શું લખ્યું હતું?
ફેસબુક પોસ્ટમાં ગિપ્પી ગ્રેવાલે લખ્યું હતું કે, સલમાન ખાનને ભાઈ ભાઈ કરો છો, ને હવે તમારા ભાઈને કહો કે તમને બચાવવા માટે આવે. સલમાન ખાન માટે લખ્યું હતું કે, તને દાઉદ પણ બચાવી નહી શકે, કોઈ તને બચાવી નહીં શકે.
સલમાન ખાનને ધમકી આપી હતી કે, સિદ્ધુ મુસેવાલા પછી તુ ટાર્ગેટ પર છે. કોઈપણ દેશમાં જતા રહો, મોત માટે વિઝાની જરૂર નથી હોતી. સલમાન ખાન હાલમાં તેમની ફિલ્મ ટાઈગર 3 બાબતે ચર્ચામાં છે. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે 400 કરોડથી વધુની કમાણી કરી છે.