સમગ્ર વિશ્વમાં 77 મુખ્ય શહેરોમાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યુ હતુ જેમાં એવું જણાયું છે કે ભારતમાં મુંબઈના લોકો સૌથી વધુ કલાક કામ કરે છે અને વિશ્વમાં વધુ કલાક કામ કરનાર તરીકે મુંબઈ બીજા ક્રમે છે. સ્વિસ બેન્ક યુબીએસ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જણાવાયું છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે મુંબઈમાં અઠવાડિયામાં લોકો સરેરાશ 43.7 કલાક કામ કરે છે. જ્યારે હોંગકોંગમાં અઠવાડિયામાં લોકો 50.1 કલાક કામ કરે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યા અનુસાર મુંબઈ બીજા ક્રમે અને હોંગકોંગ પ્રથમ ક્રમે છે. અઠવાડિયામાં સૌથી વધુ કામ કરનાર શહેરના લિસ્ટમાં દિલ્હી 42.6 કામકાજી કલાકની સાથે ચોથા સ્થાન પર છે. જ્યારે ત્રીજા સ્થાન પર મેક્સિકો સિટી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મુંબઈના લોકો દર વર્ષે 3,314.7 કલાક કામ કરે છે, જ્યારે લોકો કુલ સરેરાશ 1,987 કલાક કામ કરે છે. તેવી જ રીતે, મુંબઈના લોકો રોમ અને પેરિસ જેવા યુરોપીયન શહેરોના કાર્ય કરતાં બમણુ કામ કરે છે. રોમમાં, લોકો 1,581 અને પોરિસમાં લોકો 1,662 કલાક કામ કરે છે. જો કે, ઘણા કલાકો કામ કર્યા પછી પણ મુંબઈના લોકો પાછળ રહી જાય છે. ઉદાહરણ તરીકે, ન્યૂ યોર્કમાં કાર્યરત એક યુવાન કર્મચારી આઇફોનને 54 કલાક કામ કરીને ખરીદી શકે છે. તે જ સમયે, મુંબઈમાં 917 કલાક કામ કરીને માણસ આઈફોન ખરીદવા સક્ષમ બને છે. ન્યૂ યોર્કની તુલનામાં, તે મુંબઈમાં ઘરનું ભાડુ સસ્તુ છે. મુંબઈમાં સલૂનમાં વાળ કપાવવા ન્યૂ યોર્ક કરતા સસ્તા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.