અભિનેત્રી સોનાલી સહગલ ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2023માં એકદમ અલગ અંદાજમાં પહોંચી હતી. તેણે સિમ્પલ પેન્ટ અને ક્રોપ સાથે બહુ ઓછી એક્સેસરીઝ પહેરી હતી. આમ છતાં સોનાલી સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે અને તેનું કારણ તેનું પાઈનેપલ પર્સ છે.
ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2023માં બોલિવૂડ અભિનેત્રીઓ ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી. આ બધાની વચ્ચે ‘પ્યાર કા પંચનામા’ ફેમ સોનાલી સહગલ એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. પરંતુ આ સિમ્પલ લુક હોવા છતાં, સોનાલી તેની અનોખી ડિઝાઇન બેગથી સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે.
સોનાલી સેહગલ ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2023માં પાઈન એપલ (અનાનસ)ની ડિઝાઈનવાળી બેગ લઈને ગઈ હતી. સોનાલીએ એકદમ સિમ્પલ ડેનિમ અને ડેનિમ ક્રોપ ટોપ પહેર્યું હતું.
સોનાલીના કપડાં ખૂબ જ સાદા હતા, પરંતુ હવે બધા તેની બેગ વિશે વાત કરી રહ્યા છે. આ બેગનો આકાર બિલકુલ પાઈનેપલ જેવો છે. પહેલી નજરે એવું લાગે છે કે સોનાલી હાથમાં અનાનસ પકડીને ઊભી છે.
પાઈનેપલ પર્સ જ ખાસ આકર્ષણ
સોનાલીની એક્સેસરીઝની વાત કરીએ તો તેણે ગળામાં નેકલેસ પહેર્યો હતો. તેણીએ તેના હાથમાં બંગડીઓ અને કાનમાં ખૂબ જ નાની બુટ્ટી પહેરી હતી. સોનાલીએ એક હાથમાં ઘડિયાળ પહેરેલી હતી. આ સિમ્પલ લુક પર સોનાલીનું પાઈનેપલ પર્સ ખાસ આકર્ષણ હતું.