ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સમાં આલિયા ભટ્ટ અને વિજય વર્માનો વિનીગ સ્ટ્રોક
ફિલ્મફેર ઓટીટી એવોડ્સમાં સિતારાઓનો જલવો જોવા મળ્યો. અનેક બોલિવૂડ સિતારઓએ એવોર્ડ્સ પોતાને નામે કરી લીધો છે. આ સિતારાઓના લિસ્ટમાં આલિયા ભટ્ટથી લઇને મનોજ બાજપેઇ અને રાજ કુમાર રાવ જેવા અનેક સ્ટાર્સના નામ શામેલ છે. આલિયા ભટ્ટે એના વેબ ડેબ્યૂ ડાર્લિગ્સની સાથે ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સમાં મોટી જીત હાંસિલ કરી લીધી છે. મનોજ બાજપેઇ પણ આ એવોર્ડમાં શામેલ હતા. મનોજ બાજપેઇને સિર્ફ એક બંદા કાફી હૈમાં સારામાં સારું પ્રદર્શન કરવા માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો. આ વર્ષે એના ડિઝિટલ ડેબ્યુ કરનાર સોનમ કપૂર પણ આ સિતારાઓથી ભરેલા કાર્યક્રમનો હિસ્સો બની હતી.
આ સિતારા પણ શામેલ થયા
રવિવારની રાત્રે આયોજિત થયેલા ફિલ્મફેર ઓટીટી કાર્યક્રમમાં એઝાઝ ખાન, પ્રતીક ગાંધી, રાધિકા મદાન, રાજકુમાર રાવ, ભાગ્યશ્રી, અવંતિકા દસાની, દીયા મિર્ઝા, જેકી શ્રોફ અને કરિશ્મા તન્ના સહિત બીજા પણ અન્ય લોકો જોવા મળ્યા.
આ સ્ટાર્સને એવોર્ડ્સ મળ્યા
કરિશ્મા તન્ના અભિનીત હંસલ મહેતાની સ્કૂલને સર્વશ્રેષ્ઠ સિરીઝનો પુરસ્કાર મળ્યો, જ્યારે ટ્રાયલ બાય ફાયરને સર્વશ્રેષ્ઠ શ્રીરીજ ક્રિટિક્સનો પુરસ્કાર મળ્યો. વિક્રમાદિત્ય મોટવાને જુબલી માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશક વેબ સીરીઝનો પુરસ્કાર જીત્યો અને રણદીપ ઝાએ સર્વશ્રેષ્ઠ નિર્દેશનક ક્રિટિક્સનો પુરસ્કાર જીત્યો. વિજય વર્માએ પુરુષ શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા સિરીઝનો પુરસ્કાર જીત્યો.
જાણો ફિલ્મફેર ઓટીટી એવોડ્સ 2023ના વિજેતાઓનું લિસ્ટ
બેસ્ટ સિરીઝ – સ્કૂપ
બેસ્ટ સિરીઝ (ક્રિટીક્સ) – ટ્રાયલ બાય ફાયર
બેસ્ટ દિગ્દર્શક સિરીઝ – વિક્રમાદિત્ય મોટવાણી (જ્યુબિલી)
બેસ્ટ એક્ટર ડ્રામા સિરીઝ મેલ – સુવિન્દર વિકી (કોહરા)
બેસ્ટ એક્ટર ડ્રામા સિરીઝ મેલ (ક્રિટીક્સ) – વિજય વર્મા (દહાડ)
બેસ્ટ એક્ટ્રેસ ડ્રામા સિરીઝ ફિમેલ – રાજશ્રી દેશપાંડે (ટ્રાયલ બાય ફાયર)
બેસ્ટ એક્ટ્રેસ ડ્રામા સિરીઝ ફિમેલ (ક્રિટીક્સ) – કરિશ્મા તન્ના (સ્કૂપ) અને સોનાક્ષી સિંહા (દહાડ)
બેસ્ટ દિગ્દર્શક (ક્રિટીક્સ) – રણદીપ ઝા (કોહરા)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ડ્રામા સિરીઝ મેલ – બરુન સોબતી (કોહરા)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ડ્રામા સિરીઝ ફિમેલ – તિલોત્તમા શોમ (દિલ્હી ક્રાઈમ સીઝન 2)
બેસ્ટ એક્ટર કોમેડી સિરીઝ મેલ – અભિષેક બેનર્જી (ધ ગ્રેટ વેડિંગ્સ ઓફ મુન્ને)
બેસ્ટ એક્ટર કોમેડી સિરીઝ ફિમેલ- માનવી ગગરૂ (ટીવીએફ ટ્રિપલિંગ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કોમેડી સિરીઝ મેલ – અરુણાભ કુમાર (પિચર્સ 2)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કોમેડી સિરીઝ ફિમેલ – શરનાઝ પટેલ (ટ્રિપ્લિંગ સિઝન 3)
બેસ્ટ કોમેડી સિરીઝ- ટીવીએફ પિચર્સ 2
બેસ્ટ નોન-ફિક્શનલ સિરીઝ – સિનેમા મારતે દમ તક
બેસ્ટ મેલ એક્ટર (શોર્ટ ફિલ્મ) – માનવ કૌલ (ફિર કભી)
બેસ્ટ ફિમેલ એક્ટર (શોર્ટ ફિલ્મ) – મૃણાલ ઠાકુર (જહાન)