સારા વૈશ્વિક સંકેતોને કારણે મંગળવારે શેરબજાર મામૂલી મજબૂતી સાથે ખુલ્યું હતું. બજારના મુખ્ય ઈન્ડેક્સ લીલા નિશાનમાં ખુલ્યા છે. BSE સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 66,020 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 30 અંક વધીને 19,820 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બજારમાં સૌથી વધુ ખરીદી મેટલ અને ઓટો સેક્ટરમાં જોવા મળી રહી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ નિફ્ટીમાં લગભગ 4%ના ઉછાળા સાથે ટોપ ગેનર છે. આ પહેલા શુક્રવારે BSE સેન્સેક્સ 47 પોઈન્ટ ઘટીને 65,970 પર બંધ થયો હતો. જ્યારે સોમવારે ગુરુ નાનક જયંતિ નિમિત્તે બજારો બંધ રહી હતી.
