અભિનેત્રી અમીષા પટેલના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. તેઓ બંને થાઈલેન્ડમાં એક સાથે જોવા મળ્યા હતા. આટલું જ નહીં તેઓએ ક્લબમાં ડાન્સ પણ કર્યો હતો. આ વીડિયો પર નેટીઝન્સ તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.
બોક્સ ઓફિસ પર ‘ગદર 2’ ની સફળતા બાદ એક્ટ્રેસ અમીષા પટેલ તાજેતરમાં થાઈલેન્ડમાં જોવા મળી હતી. પરંતુ આ વખતે અમીષાની સાથે તારા સિંહ નહીં પરંતુ અભિનેતા અરબાઝ ખાન હતો. અમીષા અને અરબાઝનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ તરફથી તેને વિવિધ પ્રતિક્રિયાઓ મળી રહી છે.
અમીષા અને અરબાઝ થાઈલેન્ડમાં એક ક્લબના ઉદ્ઘાટન માટે એકબીજાના હાથ પકડીને પહોંચ્યા હતા. આ વખતે અરબાઝે બ્લેક ટી-શર્ટ અને ગ્રે જેકેટ પહેર્યું હતું. બીજી તરફ અમીષાએ બ્લેક મિની ડ્રેસ પહેર્યો હતો. હાજર રહેલા બધા લોકોની નજર તેમના પર હતી. બંનેએ ક્લબમાં ડાન્સ પણ કર્યો હતો.
સલમાન અને અમીષાએ સાથે કર્યું છે કામ
અમીષા અને અરબાઝનો આ વીડિયો પાપારાઝીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. નેટીઝન્સ તરફથી પ્રતિક્રિયાઓનો વરસાદ થઈ રહ્યો છે. તેમાંથી એકે લખ્યું કે, ‘આ બંનેની જોડી ખરેખર સારી લાગે છે’. અન્ય એક યુઝરે કહ્યું, ‘સુપર એમી અને સુપર અરબાઝ’. કેટલાક નેટીઝન્સે એવું પણ સૂચન કર્યું હતું કે આ બંનેએ એકબીજાને ડેટ કરવા જોઈએ.
રસપ્રદ વાત એ છે કે અમીષાની સલમાન ખાન સાથે ખૂબ જ સારી મિત્રતા છે. એક ઈન્ટરવ્યુમાં અમીષાએ સલમાનને ‘નટખટ બેસ્ટ ફ્રેન્ડ’ કહ્યો હતો. તેણે સલમાન સાથે યે હૈ જલવા ફિલ્મમાં કામ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી.