એક તરફ રશ્મિકા મંદાન્ના તેની ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર મહત્વના રોલમાં જોવા મળશે. બીજી તરફ, અભિનેત્રી પણ તેના ડેટિંગના સમાચારોને કારણે લોકોમાં ઘણી લોકપ્રિયતા મેળવી રહી છે. અર્જુન રેડ્ડી એક્ટર વિજય દેવરકોંડા અને રશ્મિકાના ડેટિંગની અફવાઓ આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન હવે રણબીર પણ તેમના સંબંધોની પુષ્ટિ કરતો જોવા મળ્યો છે.
સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાન્ના આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ એનીમલને લઈને ચર્ચામાં છે. જો કે જ્યારે જ્યારે રશ્મિકાની વાત આવે ત્યારે ફેન્સને પહોલો પ્રશ્ન તેની લવ લાઈફને લઈને થાય છે. ત્યારે વિજય દેવેરાકોંડા સાથેના સંબંધોની વાત ફેન્સથી છુપી રહી નથી પણ બન્ને એકબીજાને ડેટ કરે છે કે નહીં તે વાત સ્વિકારતા પણ નથી. જો કે રશ્મિકા હાલ તેની ફિલ્મ એનિમલના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે તાજેતરમાં જ અભિનેતા રણબીર કપૂરે તેમના સંબંધો વિશે કંઈક એવું કહ્યું કે તેનું નિવેદન વાયરલ થઈ ગયું. તાજેતરમાં જ રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના નિર્દેશક સંદીપ રેડ્ડી સાથે તેમની ફિલ્મ એનિમલના પ્રમોશન માટે નંદામુરી બાલકૃષ્ણના શો અનસ્ટોપેબલમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન શોમાં વિજય દેવરકોંડાને લઈને કોઈ વાત પર ચર્ચા શરૂ થઈ હતી. ત્યારબાદ શોના હોસ્ટે અર્જુન રેડ્ડી અને એનિમલનું પોસ્ટર બતાવ્યું અને રશ્મિકાને તેમાંથી કોઈ એક પસંદ કરવાનું કહ્યું.
રશ્મિકાએ શું જવાબ આપ્યો
આ દરમિયાન રણબીર કપૂરે પણ રશ્મિકાને બેમાંથી એક પસંદ કરવાનું કહ્યું હતું. ત્યારે રણબીરે પોતાના પોસ્ટર તરફ ઈશારો કરીને તેને ‘રીલ હીરો’ કહ્યું અને વિજયનું પોસ્ટર જોઈને તેણે ‘રિયલ હીરો’નો ઈશારો કર્યો પણ રશ્મિકાએ તેના પર કોઈ પણ જવાબ આપવાની ના પાડી દીધી અને આ સવાલ સાંભળીને રશ્મિકા શરમથી લાલ થઈ ગઈ. જોકે અંતે અભિનેત્રીએ જવાબ આપ્યો કે મને તે બંને ગમે છે.આ પછી નંદામુરીએ સંદીપને વિજય દેવરાકોંડાનો નંબર ડાયલ કરવાનું કહ્યું અને આ સાંભળીને રશ્મિકા મંદાન્ના બ્લશ કરવા લાગી.
આ પછી વિજય દેવરાકોંડા રશ્મિકા સાથે વાત કરે છે અને તેને પૂછે છે, ‘આ બધું શું થઈ રહ્યું છે?’ ત્યારે અભિનેત્રી કહે છે કે ફોન સ્પીકર પર છે. આ પછી વિજય રશ્મિકા અને રણબીરને તેમની નવી ફિલ્મ એનિમલ માટે અભિનંદન આપે છે.