નિર્માતા આગામી વર્ષની શરૂઆતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા ઈચ્છે છે. આ ફિલ્મમાં રોયના જન્મથી લઈને મરણ સમય સુધીના દરેક પાસાને સામેલ કરવામાં આવશે.સહારા ગ્રુપના સંસ્થાપક સુબ્રત રોય હવે આ દુનિયામાં રહ્યા નથી પણ તેમનું જીવન કેટલુ રસપ્રદ રહ્યું છે તે તમને કદાચ ખબર નહીં હોય. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે સુબ્રત રોય પર બાયોપિક બનાવવામાં આવશે. મેકર્સ આગામી વર્ષની શરૂઆતમાં ફિલ્મના શૂટિંગની વાત કરી રહ્યા છે. ત્યારે ફિલ્મના કાસ્ટને લઈ બોલિવુડના બે મોટા સ્ટાર અનિલ કપૂર અને બોમન ઈરાનીના નામ પર વિચારણા ચાલી રહી છે.
એક અહેવાલ મુજબ મળતી માહિતી મુજબ સુબ્રત રોયની બાયોપિકમાં અનિલ કપૂર અને બોમન ઈરાની લીડ રોલમાં જોવા મળી શકે છે. રિપોર્ટસમાં જણાવવામાં આવ્યું છે કે અનિલ કપૂરે આ ફિલ્મને લઈને રસ દાખવ્યો છે અને ટીમની સાથે ઘણી વખત ચર્ચા કરી છે પણ તેમને આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધી હા કહી નથી.
કહેવામાં આવી રહ્યું છે કે રોયના જીવનના વિવાદાસ્પદ પાસાઓને કારણે તે પાત્ર ભજવવામાં ખચકાટ અનુભવે છે. જો કે મેકર્સને એ વાતની અપેક્ષા છે કે તે ઝડપથી જ ફિલ્મ માટે હા કહેશે. નિર્માતા આગામી વર્ષની શરૂઆતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા ઈચ્છે છે.
ત્યારે ટ્રેડના એક અન્ય સુત્રોએ જણાવ્યું છે કે જો અભિનેતા ફિલ્મ માટે હા નહીં કહે તો મેકર્સ અન્ય અભિનેતાને રોલ ઓફર કરી શકે છે પણ રોયનું પાત્ર એક નાનો અભિનેતા પડદા પર ભજવે તે યોગ્ય નહીં રહે. આ સ્થિતિમાં ફિલ્મ બંધ કરી દેવામાં આવશે. જણાવી દઈએ કે અનિલ કપૂર સિવાય મેકર્સના મગજમાં બોમન ઈરાનીનું નામ પણ ચાલી રહ્યું છે પણ મેકર્સે તેમનો અત્યાર સુધી કોઈ કોન્ટેક્ટ કર્યો નથી. તે બોમન ઈરાનીનો સંપર્ક ત્યારે જ કરશે, જ્યારે ફિલ્મને કરવા માટે અનિલ કપૂર ના પાડી દેશે.