બોલીવૂડ એક્ટરએ ગર્લફ્રેંડ સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી
બોલીવૂડ એક્ટર તનુજ વિરવાનીએ પોતાની સગાઈનાં ફોટોઝ શેર કરીને સૌને ચોંકાવી દીધાં છે. ફોટોઝમાં કપલ એકબીજા સાથે કોઝી બનતાં દેખાઈ રહ્યાં છે. બોલીવૂડ એક્ટર તનુજ વિરવાની આજકાલ ચર્ચામાં છે અને તેનું કારણ એ છે કે તેને તાન્યા સાથે ગુપચપ કરી લીધી છે સગાઈ.
નવેમ્બર મહિનો એટલે કે વેડિંગ સીઝન. બોલીવૂડ જગતમાંથી પણ સ્ટાર્સનાં સગાઈ-લગ્નનાં સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે. એક પછી એક સેલિબ્રિટિઝ પોતાનાં બેટર હાલ્ફ સાથે લગ્ન સંબંધમાં બંધાઈ રહ્યાં છે.હાલમાં જ એક્ટર અલી મર્ચેંટ, અમાલા પોલ અને નેહા બગ્ગાએ પોતાના જીવનસાથીને પસંદ કર્યાં. તેવામાં રતિ અગ્નિહોત્રીનો પુત્ર અને બોલિવૂડ એક્ટર તનુજ વિરવાનીએ પણ પોતાની મંગેતર સાથેનાં સગાઈનાં ફોટોઝ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યાં છે. લોન્ગ ટાઈમથી ડેટ કરી રહેલા આ કપલે હવે ઓફિશિયલી સગાઈ કરી લીધી છે.
‘પુરાની જીન્સ’ ફિલ્મનાં એક્ટર તનુજ વિરવાનીએ પોતાની ગર્લફ્રેંડ તાન્યા જેકબ સાથે ગુપચુપ સગાઈ કરી લીધી છે. એક્ટરે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોઝ શેર કરીને ફેંસને ચોંકાવી દીધાં છે. સામે આવેલી ફોટોઝમાં કપલ એકબીજા સાથે કોઝી થતાં દેખાઈ રહ્યાં છે.
કેપ્શનમાં શું લખ્યું?
ફોટોઝ પોસ્ટ કરતાં તનુજે કેપ્શનમાં લખ્યું કે, ‘ન તો આ સફર સૌથી વધારે મહત્વું છે અને ન તો આ મંજિલ…મહત્વનો તો આ બે લોકોનો સાથ છે. હું પોતાનું આખું જીવન તમારી સાથે વિતાવવા માટે વધુ રાહ નથી જોઈ શકતો. પરિવારમાં તમારું સ્વાગત છે.’
કોઝી થયાં કપલ
એક્ટરે પોતાની સગાઈનાં દિવસે બ્લૂ કલરનો ચેક્સ સૂટ પહેર્યો હતો. તો તેમની મંગેતરે બેબિ પિંક કલરનો ગાઉન પહેર્યો હતો. આ સાથે જ તાન્યા પોતાની સગાઈની રિંગને પણ ફ્લૉન્ટ કરતી દેખાઈ રહી હતી. કપલની ફોટોઝમાં એક્ટ્રેલ રતિ અગ્નિહોત્રીએ કમેંટમાં લખ્યું કે,’ તનુજ અને તાન્યા બંનેને આશીર્વાદ આપવા માટે આપ સૌનો ખુબ-ખુબ આભાર. ‘