વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ તો ઓસ્ટ્રેલિયાના નામે રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાની જીત બાદ ભારતીય ક્રિકેટ ચાહકો ખૂબ જ નિરાશ થયા હતા. સોશિયલ મીડિયા પર ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને ટેગ કરતી વખતે એક પ્રશંસકે કંઈક એવું કહ્યું જેના કારણે વોર્નરે તેની પ્રશંસકની માફી માંગવી પડી હતી.
ભારતમાં ક્રિકેટના ભગવાન જેવો ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. દરેક ખેલાડી ભારતીયો માટે ભગવાનથી કમ નથી. એવામાં ઑસ્ટ્રેલિયાની ઐતિહાસિક જીત બાદ 37 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે હ્રદયસ્પર્શી પોસ્ટ કરી હતી. મેચ દરમિયાન ભારતીય ચાહકોને આશા હતી કે આ વખતે રોહિત એન્ડ કંપની ચોક્કસપણે ટ્રોફી જીતશે, પરંતુ ફાઈનલ મેચમાં તેઓ નિરાશ થયા. ટીમ ઈન્ડિયાની હાર બાદ કેટલાક ફેન્સ મેદાનમાં જ ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન લોકોની આંખોમાંથી આંસુ પણ વહેતા જોવા મળ્યા હતા.
I apologise, it was such a great game and the atmosphere was incredible. India really put on a serious event. Thank you all https://t.co/5XUgHgop6b
— David Warner (@davidwarner31) November 20, 2023
વર્લ્ડ કપ ફાઈનલ પછી, એક ચાહકે ડેવિડ વોર્નરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટેગ કરીને લખ્યું, ‘વોર્નર! તમે કરોડો ભારતીયોના દિલ તોડ્યા છે. આ પોસ્ટનો જવાબ આપતા વોર્નરે લખ્યું, ‘મને માફ કરજો, તે સારી મેચ હતી અને ત્યાંનું વાતાવરણ જોવા જેવું હતું. આપ સૌનો આભાર.
વર્લ્ડ કપ 2023માં ડેવિડ વોર્નરે ઘણું જ સારું પ્રદર્શન કર્યું હતું. વોર્નર ટુર્નામેન્ટમાં પોતાની ટીમ માટે ટોપ સ્કોરર હતો. તે આખી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન બન્યો હતો. વર્લ્ડ કપ 2023માં વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે કુલ 11 મેચોમાં ભાગ લીધો હતો. દરમિયાન તેણે 11 ઇનિંગ્સમાં 48.63ની એવરેજથી 535 રન કર્યા હતા. આ સમયગાળા દરમિયાન તે બે સદી અને બે અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.