જાહ્નવી કપૂરનો એક ખૂબ જ ક્યૂટ ડાન્સ વીડિયો સામે આવ્યો છે જેમાં તે શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ દિલ સેના જિયા જલે પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ડાન્સ વીડિયો જોયા બાદ યુઝર્સે તેની સરખામણી શ્રીદેવી સાથે કરી અને એક્ટ્રેસના ખૂબ વખાણ કર્યા. બોલિવૂડ દિવા જાહ્નવી કપૂર અભિનયની સાથે ક્લાસિકલ ડાન્સમાં પણ નિષ્ણાત છે. તે દરરોજ તેના ડાન્સથી તેના ચાહકોને મંત્રમુગ્ધ કરે છે. તે જ રીતે, ફરી એકવાર બોની કપૂર અને શ્રીદેવીની પુત્રીએ એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ચાહકો જાહ્નવી કપૂરની તુલના તેની માતા સાથે કરી રહ્યા છે.
‘ધડક’ અભિનેત્રી જાન્હવી કપૂરે ફરીથી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક મંત્રમુગ્ધ કરનાર વીડિયો શેર કર્યો છે, જેમાં તે સફેદ અનારકલી સૂટમાં ક્લાસિકલ ડાન્સ કરતી જોઈ શકાય છે. વીડિયોમાં જાહ્નવી નો-મેકઅપ લુકમાં બતાવવામાં આવી છે, તેના વાળ બાંધેલા છે અને તેણે કાનની બુટ્ટી પહેરી છે.ખુશી કપૂરની મોટી બહેન જાન્હવી ‘જિયા જલે’ પર પરફોર્મ કરી રહી છે. આ ગીત લતા મંગેશકર અને એમ.જી. શ્રીકુમાર દ્વારા ગાયું હતું. આ ગીત 1998ની રોમેન્ટિક થ્રિલર ફિલ્મ ‘દિલ સે’નું છે, જેમાં શાહરૂખ ખાન, મનીષા કોઈરાલા અને પ્રીતિ ઝિન્ટા અભિનીત છે.
જાહ્નવીએ તેના રીલ વિડિયોને કેપ્શન આપ્યું, “ક્રિકેટની ઈજાઓ બાદ આખરે ડાન્સ ક્લાસમાં પાછા આવ્યા.” જાણવા મળે છે કે અહીં જાહ્નવી કપૂર તેની આગામી ફિલ્મને કારણે થયેલી ઈજાઓ વિશે વાત કરી રહી છે. તે ‘મિસ્ટર એન્ડ મિસિસ’ના શૂટિંગમાં વ્યસ્ત હતી. તેણે આ ફિલ્મ માટે ક્રિકેટની સખત તાલીમ પણ લીધી હતી. આ ફિલ્મમાં રાજકુમાર રાવ પણ છે.