પંકજ ત્રિપાઠી આ ફિલ્મમાં શ્રીવાસ્તવ નામના વ્યક્તિની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક એટલે કે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના પોસ્ટરમાં પંકજ ત્રિપાઠી અત્યાર સુધીની ફિલ્મો કરતાં અલગ અંદાજમાં જોવા મળે છે. આ પોસ્ટર ની સાથે કેચી કેપ્શન પણ લખવામાં આવ્યું છે.
પંકજ ત્રિપાઠીના ચાહકો માટે ખુબ જ સારા સમાચાર છે. તેમની નવી ફિલ્મનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ ગયું છે. પંકજ ત્રિપાઠીની નવી ફિલ્મ કડક સિંહ હશે જે રિલીઝ થવા માટે તૈયાર છે. પંકજ ત્રિપાઠીની આ નવી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર રિલીઝ થશે. પિંક અને લોસ્ટ જેવી ફિલ્મોના નિર્દેશક અનિરુદ્ધ રોય ચૌધરીએ આ થ્રીલર ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મી સ્ટોરી એવા સરકારી અધિકારી પર આધારિત છે જેને ભૂલવાની બીમારી છે. પરંતુ આ બીમારીની સાથે પણ તે મોટા આર્થિક કૌભાંડને લોકો સામે લાવવાનો પ્રયત્ન કરે છે.
પંકજ ત્રિપાઠી આ ફિલ્મમાં શ્રીવાસ્તવ નામના વ્યક્તિની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક એટલે કે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના પોસ્ટરમાં પંકજ ત્રિપાઠી અત્યાર સુધીની ફિલ્મો કરતાં અલગ અંદાજમાં જોવા મળે છે. આ પોસ્ટર ની સાથે કેચી કેપ્શન પણ લખવામાં આવ્યું છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી સાથે સંજના સાંધિ પણ જોવા મળશે જે તેની દીકરીની ભૂમિકામાં હશે, તે પોતાના બિમાર પિતાની તપાસમાં મદદ કરશે. નિર્દેશક અનિરુદ્ધ ચૌધરી અનુસાર ફિલ્મ કડકસિંહ ખાસ ફિલ્મ છે.