લગ્નની સિઝન શરૂ થતાં જ બીજા મોટા લગ્નના સમાચાર આવ્યા છે. બેંકર ઉદય કોટકના પુત્ર જય કોટકે પૂર્વ મિસ ઈન્ડિયા અને અભિનેત્રી અદિતિ આર્ય સાથે લગ્ન કર્યા છે, અદિતિ આર્ય 29 વર્ષની છે અને તે બોલિવૂડની ઘણી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. તે 2015માં પ્રથમ વખત ચર્ચામાં આવી હતી જ્યારે તેણીને ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તે મિસ વર્લ્ડ સ્પર્ધામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.
તેણે સાઉથની ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી. જેનું ટાઈટલ ઈસમ હતું. આ સિવાય તે રણવીર સિંહની 83માં પણ જોવા મળી હતી. તેણે હિન્દી સિરીઝ તંત્રમાં કામ કર્યું છે.અદિતિ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
અદિતિ આર્યએ પણ સોશિયલ મીડિયા પર એક ખાસ ઓળખ બનાવી છે. ત્યાં તેની સારી ફેન ફોલોઈંગ છે. 3.4 લાખ લોકો તેને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. જોકે, કેટલીક ફિલ્મોમાં કામ કર્યા બાદ તે એમબીએનો અભ્યાસ કરવા અમેરિકા જતી રહી હતી.અદિતિએ છુપાઈને કરી હતી સગાઈ. અદિતિએ ઓગસ્ટ 2022માં જ જય કોટક સાથે સગાઈ કરી લીધી હતી. પરંતુ આ સમાચાર છુપાવવામાં આવ્યા હતા. આખરે જય કોટકે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેનો ખુલાસો કર્યો.
બંનેએ મંગળવારે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. લગ્નનું સ્થળ જિયો કન્વેન્શન સેન્ટર હતું. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઉદયપુરમાં પણ લગ્નની કેટલીક વિધિઓ થઈ હતી. જો કે આ કપલ એ પોતાના લગ્ન ગુપચુપ પતાવ્યા હતા.