વલસાડ ના બંદર રોડ થી લીલાપોર ને જોડતો ઔરંગા નદી ના નાના પુલ પર ભારે વાહનો ને જવા પર રોક લગાવવા માં આવી
તંત્ર ના પાપે ઔરંગા નદી નો બ્રિજ જર્જરિત અને નબળો થકએ ગયો છે ભરે વરસાદ ને કારણે ઔરંગા નદી માં આવે પૂર ના કારણે બ્રિજ ના નીચે ના પિલ્લરો પણ તૂટી ગયા છે તો બ્રિજ ની રેલીંગો પણ તૂટી ગઈ હતી વારંવાર રજુઆત બાદ આખરે તંત્ર જાગ્યું છે અને પુલ પરથી ભારે વાહનો ની અવરજવર બંધ કરી
વલસાડ શહેર થી લીલાપોર,હિંગરાજ , ભદેલી જગાલાલા જેવા ગામો જવા માટે લોકો વર્ષો થી ઔરંગા નદી ના નાના પુલ નો ઉપયોગ કરે છે જે પુલ થી હવે ભરે વાહનો ને જવા પર રોક લગાઈ ગઈ છે પુલ નબળો હોવાથી હવે આ પુલ પરથી માત્ર નાના વાહનો જ અવાર જવર કરી શકશે વલસાડ ની ઔરંગા નદી નો નાનો બ્રિજ ચોમાસા આવતા પૂર ના કારણે નબળો પડી જતા જેના પર થી હેવી લોડિંગ વાહનો અવરજ્વર કરવાથી પુલ ને ભારે નુકશાન થવા પામ્યું છે જેથી હવે નબળો બનેલ પુલ પર ભારે વાહનો ની અવરજ્વર બંધ કરવામાં આવી છે ત્યારે ચોમાસુ આવતા પેહલા આ પુલ નું સમારકામ થાય અને ફરીથી વાહનો ની અવરજ્વર શરૂ થાય એવી વલસાડ વાસી ઓની માંગ છે