સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેધાણી ની સૂચના થી ભારત સરકાર દ્રારા બંધ કરવામાં આવેલ ચલણી નોટો શોધી કાઢવા સૂચના કરતા એલ.સી.બી પોલીસ ઇન્સ એન.કે.ય્યાસ સાહેબના માગૅદશૅન હેઠળ પી. એસ.આઈ આર.ડી.ગોહીલ તથા કિશોરભાઈ ધેલાભાઈ ,ધમૅન્દ્રસિહ બહાદુરસિહ ,પ્રતાપસિંહ મોબતસિહ ,વિજય રાણા ,જે.જે.પરમાર વગેરે સહિતના સ્ટાફ માણસો દ્રારા સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન ધમૅન્દ્રસિહ બહાદુરસિહ તથા કિશોરભાઈ ધેલાભાઈ ને સંયુક્ત બાતમી રાહે ચોક્કસ હકિકત ને આધારે સાયલા તાલુકાના ટીટોડા ગામે રહેતો રાજેશભાઈ ગજુભાઈ કાવેઠીયા પાસેથી જૂની ચલણી નોટો મળી આવેલ જેમાં1000ના દરની 805નોટ તેમજ 500 ના દરની347નોટ કુલ કિમત 9,92,000 ની જૂની ચલણી નોટો મળી આવતા વધુ તપાસ મા માટે મુદામાલ કબજે કરીને કાયૅદેસરની કાયૅવાહી હાથ ધરી છે.
