દિલ્હી ખાતે રમાયેલી દિલ્હી ડેરડેવિલ અને કોલકાતા નાઇટ ઔરાઇડરની મેચમાં કોલકાતાની રમત શરૂઆત જ નબળી રહી હતી. કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી જેની સામે દિલ્હીની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૪ વિકેટના નુકસાનથી ૨૧૯ રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગ્સમાં લક્ષ્યાંકને પાર કરવા ઊતરેલી ટીમ કોલકાતા નાઇટ ઔરાઇડરની ટીમ ૯ વિકેટના નુકસાનથી ૧૬૪ રનનો સ્કોર કરી શકી હતી.
આમ કોલકાતા સામે દિલ્હીની ટીમ ૫૫ રનથી વિજેતા થઇ હતી. શ્રેયસે સુકાની પદ સંભાળ્યા બાદ દિલ્હીની આ પ્રથમ જીત છે. શ્રેયસે ૪૦ બોલમાં ૯૩ રન ફટકાર્યા હતા. જ્યારે ખાન, મેક્સવેલ અને બોલ્ટે બે-બે વિકેટ ઝડપી કોલકાતાને ફટકો આપ્યો હતો. કોલકાતાના શુભમન ગિલે ૨૯ બોલમાં ૩૭ રન અને રસેેલે ૪૪ રન કર્યા હતા. શ્રેયસની તોફાની બેટિંગમાં તેને ૩ ચોગ્ગા અને ૧૦ છગ્ગા ફટકાર્યા હતા.
દિલ્હીની સાત મેચમાં આ બીજી જીત છે જ્યારે કોલકાતાની ટીમની સાત મેચમાંથી આ ચોથી હાર છે. દિલ્હી તરફથી બોલ્ટ, અમિત મિશ્રા અને અવેશ ખાને બે-બે વિકેટ ઝડપી હતી. લક્ષ્યનો પીછો કરી રહેલી કોલકાતાની ટીમે 46 રનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
આ અગાઉ ટોસ હારીને પ્રથમ બેટિંગમાં ઉતરેલી દિલ્હીની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 219 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. દિલ્હી તરફથી નવા સુકાની શ્રેયસ અય્યરે 40 બોલમાં 93 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. દિલ્હીની ટીમનો ઓવરઓલ તેમજ હાલની સીઝનનો સૌથી સર્વોચ્ચ સ્કોર છે.