સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા શહેરમા માં ચામુંડા ના સાનિધ્યમાં ચંડી ચામુંડા અતિથિ ગૃહ નું લોકાર્પણ મુંબઈ રહેતા નટવરલાલ અમૃતલાલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું
ચોટીલામાં નેશનલ હાઇવે પર સમસ્ત લુહાર સમાજ ના ચંડી ચામુંડા અતિથિ ગૃહ નું લોકાર્પણ કરવામાં આવેલ .
પવિત્ર યાત્રાધામ ગણાતા એવા ચોટીલા શહેરમા માં ચામુંડા ના સાનિધ્યમાં દરેક સમાજ ના દર્શનાર્થે આવતા યાત્રિકોને વધારે સગવડ મળે તેવા હેતુ થી સમસ્ત લુહાર સમાજ દ્વારા ચંડી ચામુંડા અતિથિ ગૃહ નું લોકાર્પણ મુંબઈ રહેતા નટવરલાલ અમૃતલાલ ના વરદ હસ્તે ચોટીલા ચામુંડા માતાજી મંદિર ના મહંત.જલારામ મંદિર ના મહંત તેમજ અન્ય સંતો મહંતો તેમજ દરેક ગામો માંથી પધારેલા લુહાર સમાજ ના આગેવાનો અને ચોટીલા શહેરના નાગરિકો ની ઉસ્તીથી માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ અંગે ચંડી ચામુંડા અતિથિ ગૃહ ના પ્રમુખે આપેલ માહિતી અનુસાર અતિથિ ગૃહ દરેક ને ઉપયોગી થાય અને સાવ નજીવા દરે એટલેકે ટોકન સિસ્ટમ થી દરેક સમાજના માં ચામુંડા ના દર્શન માટે આવતા યાત્રિકો ને અદ્યતન સુવિધા સાથે એટેચ બે બેડ સાથે ના રૂમો ની સગવડ આપવામાં અવશેટેવા હેતુ થી અમારા સમાજના આગેવાનો ના સહકાર થી આ ચંડી ચામુંડા અતિથી ગૃહ નું નિર્માણ કરવામાં આવ્યુ છે.