રબીના શાંતિવન આશ્રમમાં સેવા પૂજા કરતા મહંત પાસેથી ૨૫ લાખ ઉછીના લઈ જુગારમાં હારી જનાર શખ્સને મોરબી કોર્ટે છ વર્ષની કેદ અને દસ હજારનો દંડ ફટકારવા હુકમ કર્યો હતો. સાથો સાથ આરોપી ફરાર હોય અદાલતે આરોપીને ભારતના કોઈપણ ખૂણેથી શોધી કાઢી ચાર દિવસમાં કોર્ટ માં હાજર કરવા બી ડિવિઝન પોલીસને હુકમ કર્યો છે.
આ કેસની વિગતો જોઈએ તો મોરબીના શાંતિવન આશ્રમમાં સેવા પૂજા કરતા કલ્યાણાનંદ કેશવાનંદ પાસેથી રૂપિયા ૨૫ લાખ હાથ ઉછીના લઈ બાદમાં આ નાણાં જુગાર સટ્ટામાં હરિ ગયાનું કહી ખોટું આળ મુકનાર ભરત માવજી તથા રમેશ ડાયાભાઇએ મહંતના પૈસા ચૂકવવાનો નનૈયો ભણી બ્લેક મેઇલિંગ કરતા આ મામલે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી.
આ અંગેનો કેસ ચાલી જતા નામદાર જજ જે.જી.દામોદ્રા સાહેબે આરોપી ભરત માવજીને તકસીરવાન ઠેરવી આરોપીઓને અનુક્રમે ત્રણ ત્રણ વર્ષની સજા અને કુલ મળી દાસ હજારનો દંડ ફટકારવા હુકમ કર્યો હતો, આ મામલે સરકારપક્ષે એડવોકેટ આર.એ.ગોરી રોકાયા હતા.
આ કેસમાં અદાલતે કડક વલણ અપનાવી આરોપીને ચાર દિવસમાં ભારતના કોઈપણ ખૂણેથી ગોતી હાજર કરવા હુકમ કરતા બી ડિવિઝન પોલીસ ધંધે લાગી છે.