હાલમાં દરેક બેંક બીજી બેંકના કસ્ટમર્સ પાસેથી પોતાની બેંકનું ATM યૂઝ કરવા બદલ દર વખતે કેશ નીકાળતી વખતે 15 રૂપિયા અને નોન-કેશ ટ્રાન્ઝેક્શન પર 5 રૂપિયા ચાર્જ કરે છે. આ પ્રકારનો ચાર્જ 5 ટ્રાન્ઝેક્શન બાદ દરેક બેંક ગ્રાહકે ચૂકવવો પડશે.
કન્ફેડરેશન ઑફ ATM ઇન્ડસ્ટ્રી (CATMI)એ માગ કરી છે કે ATMમાંથી ટ્રાન્ઝેક્શન કરવાનો જે ચાર્જ છે, તેમાં ઓછામાં ઓછા 3-5 રૂપિયાનો વધારો કરવો જોઇએ, જેથી કરીને ATM ઑપરેટર્સ વધતી મોંઘવારીમાં પોતાનો ખર્ચો કાઢી શકે. CATMIના નિર્દેશકે જણાવ્યુ કે, હાલમાં જ RBIએ કડન ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જેમાં ATM સર્વિસ પ્રોવાઇડર્સના કુલ ખર્ચમાં વધારો થશે.
ATM ઓપરેટર્સે ATM ટ્રાન્ઝેક્શન માટે હાયર ઈન્ટરચેન્જ રેટની માગ કરી છે.જો ATM ઓપરેટર્સની આ માગ સ્વીકારાઈ તો અન્ય બેંકનું ATM વાપરવા બદલ ગ્રાહકે વધુ ચાર્જ ચૂકવવો પડશે.