દેશભરમાં નોટ બંધી બાદ નોટોની અછતના ચારેકોરથી સમાચારો અાવી રહ્યા છે. દેશમાં નોટબંધી બાદ ફરી એકવાર સંકંટ અાવ્યુ હોય તેવો માહોલ છે. પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતી જનતા પહેલા જ ત્રસ્ત છે ત્યા અાવા સમાચારો મળતા એકવાર ફરી દેશની જનતા ટેન્શનમાં છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશથી શરૂ થયેલ અા સમાચારોએ મહારાષ્ટ્ર, યુપી, બિહાર અને ગુજરાત સુધી ફેલાયેલી છે.જોતજોતા સમગ્ર દેશમાં અા સમાચારોએ જોર પકડ્યુ.
સરકારે કહ્યું છે કે દેશમાં કેશની કમી જેવી કોઈ સ્થિતિ નથી, પરંતુ તે પણ માનવામાં આવે છે કે સમસ્યા અને પરિસ્થિતિ સામાન્ય થવામાં બે-ત્રણ દિવસ લાગશે.સરકારી આંકડાઓની વાત કરીએ તો કોઈ કીલ્લતનો દૂર-દૂર સુધી કોઈ કેસ બને તેવી પરિસ્થિતિ ઉભી થાય તેવી સ્થિતિ જ નહતી.જ્યારે નોંટબંધીની જાહેરાત થઈ ત્યારે દેશમાં રૂ. 17.50 લાખ કરોડની નોટો સર્ક્યુલેશનમાં હતી, જ્યારે હજુ 18 લાખ કરોડ ચલણમાં છે. તો અાવી સ્થિતિ અાવી જ ન શકે.
સરકારે 2000ની નોટો છાપતા માર્કેટમાં લિક્વીડિટી પહેલા જેવી શક્ય નથી, અા કારણે પણ અાવી પરિસ્થિતિ અાવી છે. 2000ની નોટો ચલણમાં ઓછી દેખાઈ રહી છે. બેન્કોમાં નોટોની અછત છે એ સમાચાર અાગની જેમ ભડકી ઉઠતા ડરેલા લોકો નોટો મેળવવા મુશ્કેલી ન પડે એ માટે બેન્કોમાંથી કેશ ઉપાડી રહ્યા છે અામ કેશની અછત ચોમેર દેખાઇ રહી છે.
સરકાર અને અારબીઅાઈના ખુલાસા પછી પણ પરિસ્થિતિ અાવી જ રહી છે.