નોટબંધી બાદ દેશમાં ઘણા રાજ્યોમાં એટીએમમાં રોકડની રામાયણ ઉભી થઇ છે. છેલ્લા કેટલાક દિવસથી એટીએમમાં નો કેશના બોર્ડ તો જોવા મળે છે તેની સાથે તેમાં પૈસા પણ નાંખવામાં આવતા નથી. એટીએેએમમાંથી પૈસા ન નીકળતા એકવાર ફરી દેશમાં નોટબંધી જેવું જોવા મળી રહ્યું છે.
એક અહેવાલ મુજબ યુપી, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ સિવાય ગુજરાત, તેલંગાણા અને રાજસ્થાનના એટીએમમાં પૈસા ખુટી ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે.
દેશભરમાં એટીએએમમાં કેશ ન હોવાના સમાચાર વચ્ચે નાણાંપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું કે અમે દેશમાં કરન્સીની સ્થિતિ પર સમીક્ષા કરી રહ્યાં છે. જેટલીએ કહ્યું કે દેશમાં પર્યાપ્ત માત્રામાં કેશ સર્ક્યુલેશનમાં છે અને બેન્કમાં પણ છે.આ અંગે જલ્દી જ નિરાકારણ લાવવામાં આવશે. સરકારે આ સમસ્યાને દૂર કરવા રાજ્યવાર કમીટીની રચના કરી છે જ્યારે આરબીઆઇએ પણ કમીટી બનાવી છે.