વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલર કર્મચારીઓ માટે ખરાબ સમાચાર છે.વોડાફોન અને આઇડિયાનું મર્જર થોડા જ દિવસોમાં થશે, જેના કારણે આ કંપનીઓ આગામી બે મહિનામાં તેમના 21,000 કર્મચારીઓની એક ચતુર્થાંશ છટણી કરશે.બંને કંપનીઓ હાલ ખોટમાં ચાલી રહી છે. કુલ રૂ. 1,20,000 કરોડની લોન છે.તેથી મર્જર પ્રોસેસને જોવા માટે નોડલ ટીમ બંને કંપનીઓને આગામી બે મહિનામાં 5,000 કર્મચારીઓની છટણી કરાશે.
કંપનીના એક્જિક્યુટિવ કહે છે કે છે કે તે ટૂંક સમયમાં થશે કારણ કે અાટલું મોટું દેવું સાથે બંને કંપનીઓ કોઈ નવી વેન્ચર શરૂ કરવા માટે વધુ કર્મચારીઓનીનો બોજ ઉઠાવવા અસમર્થ છે. જૂન મહિના સુધીમાં બંને કંપનીઓનું મર્જ થઈ જશે.