ભારત અને કતાર વચ્ચે આજે વિઝા, સાઈબર સ્પેસ અને મૂડીરોકાણના ક્ષેત્રમાં સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જ્યારે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે મેમોરેન્ડમ આેફ અંડર સ્ટેન્ડીંગ ઉપર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના સમકક્ષ શેખ અબ્દુલ્લા બિન નાસીર બિન ખલીફા અલથાની વચ્ચે આજે શિખર બેઠક યોજાઈ હતી. જેમાં સંબંધોને મજબૂત કરવાના પાસા ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. કતારના વડાપ્રધાન શેખ અબ્દુલ્લા હાલમાં બે દિવસની ઐતિહાસિક ભારત યાત્રા ઉપર છે. બંને નેતાઆેએ વાતચીત કર્યા બાદ આ સમજૂતિઆે અને એમઆેયુ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. મોદીએ અગાઉ કહ્યું હતું કે કતારના વડાપ્રધાનની આ યાત્રા દશાૅવે છે કે કતાર સાથે ભારતના સંબંધો દિન પ્રતિદિન વધુને મજબૂત બની રહ્યાા છે. કતાર ભારતને તેના સાૈથી નજીકના ભાગીદાર તરીકે ગણે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વીટર ઉપર કહ્યું હતું કે ચાર સમજૂતિ ઉપર હસ્તાક્ષર બંને દેશો વચ્ચે થયા છે.
રાજદ્વારી, વિશેષ અને સત્તાવાર પાસપાેર્ટ ધારકો માટે વિઝા જરૂરીયાતથી મુક્તિ માટેની સમજૂતિ પર હસ્તાક્ષર થયા છે. કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથિંસહ અને કતારના પ્રધાન મોહંમદ બિન અબ્દુલ્લા વચ્ચે સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતિ બાદ બંને દેશોના રાજદ્વારી, સ્પેશિયલ અને સત્તાવાર પાસપાેર્ટ ધારકોને બંને દેશો વચ્ચે વિઝા ફ્રી પ્રવાસની તક મળી જશે. સાઈબર સ્પેસમાં ટેકનિકલ સહકાર ઉપર એક પ્રાેટોકોલના સંદભેૅ પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જુદી જુદી સમજૂતિઆે ઉપર હસ્તાક્ષર કરવાની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી હતી. બંને દેશોના પ્રવાસીઆે અને બિઝનેસમેનાેને ઈ-વિઝા મંજુર કરવાના મુદ્દે પણ એક સમજૂતિ થઈ હતી. બંને દેશો વચ્ચે સબંધોને મજબૂત કરવા છેલ્લા ઘણા સમયથી સતત પ્રયાસ થઈ રહ્યાા છે. ભારત અને કતાર વચ્ચે મિત્રતા સતત વધી રહી છે. થોડાક સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતારની યાત્રાએ પહાેંચ્યા હતા. અખાતી પ્રદેશમાં ભારત માટે કતાર મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર તરીકે છે. સાથે સાથે એલએનજીના સાૈથી મોટા સÃલાયર તરીકે પણ છે. વર્ષ 2015-16માં કુલ આયાત પૈકી 66 ટકા એલએનજીની આયાત કતારથી કરાઈ હતી.