કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યુ છે. એક પછી એક ગોલ્ડ મેડલ ભારતના ફાળે અાવી રહ્યા છે. કૉમનવેલ્થ ગેમ્સમાં શનિવારનો દિવસ ગોલ્ડ મેડલ્સ જીતવાનો દિવસ રહ્યો છે. વિનસે કેનેડાની જેસિકા મૅકડૉનલ્ડને 50 કિગ્રા કૅટેગરીની ફાઇનલમાં હરાવીને ભારતને મહિલા રેસલિંગમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.વિનેસે ચાર વર્ષ પહેલાં ગ્લાસ્ગો કૉમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
દિવસ દરમિયાન અત્યારસુધી ભારતીય ખેલાડીઓએ છ ગોલ્ડ મેડલ જીતી લીધા છે.ભારતના ખેલાડી નીરજ ચોપડાએ ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતનાં બૉક્સર મેરી કોમે ગોલ્ડ મેડલ જીત્યા બાદ પુરુષ બૉક્સિંગમાં 52 કિલોગ્રામ વર્ગમાં બૉક્સર ગૌરવ સોલંકીએ ગોલ્ડ મેડલ જીત્યો.આ ઉપરાંત 50 મીટર રાઇફલ શૂટિંગમાં સંજીવ રાજપુતે ગોલ્ડમેડલ જીત્યો હતો.
આ સાથે જ ભારતીય ખેલાડીઓએ દેશ માટે જીતેલાં ગોલ્ડ મેડલ્સની સંખ્યા 23 થઈ ગઈ છે.વિનસ ફોગટેએ ભારતને 23મો ગોલ્ડ અપાવ્યો છે. ભારતનું નામ રોશન કર્યુ છે.