બેબી કેર માર્કેટમાં વિશ્વભરમાં જાણીતી કંપની જોન્સન એન્ડ જોન્સન તેનો 7મો કેસ પણ હારી ગયા છે. નીચલી કોર્ટ દ્વારા કંપનીએ 240 કરોડનું નુકશાન ભરપાઇ કરવાનો અાદેશ કર્યો છે, જે અમેરિકન કોર્ટ દ્વારા ત્રણ ગણો વધારો થયો છે.જર્સીની 46 વર્ષીય ઇન્વેસ્ટમેન્ટ બૅંકર સ્ટીફન લેન્ગો અને તેની પત્ની કેન્ડ્રાએ કંપની પર આરોપ લગાવ્યો હતો કે તેમની પ્રોડક્ટથી તેમને મેસોથેલિયોમા નામની ગઁભીર બીમીરી થઈ છે.
મેસોથેલિયોમા એક પ્રકારનો કર્કરોગ થાય છે જે પિત્ત, પેટ, હૃદય ફેફસા અને શરીરના અન્ય અવયવો પર અસર કરે છે.કંપનીના 120 વર્ષોના ઇતિહાસમાં બેબી પાઉડરમાં એસબેસ્ટસ મળ્યુ છે જે ખુબજ ભયજનક છે. લેંજોએ કહ્યું કે તે 30 વર્ષથી કંપનીના બેબી પાઉડરનો ઉપયોગ કરે છે, જેના કારણે તેમને આ રોગ થયો હતો.
ભારતની વાત કરીએ તો અહીં બેબી કેર ઓફ માર્કેટ 93,000 કરોડનું છે.જેમાં જોન્સન એન્ડ જોન્સન કંપનીનો હિસ્સો 60 ટકા છે.જ્યાં કંપનીએ અમેરિકામાં અત્યાર સુધીમાં બેબી પાવડરથી થતાે રોગોના 6,610 કેસ દાખલ થયા છે.એટલે કે, 2 વર્ષ માટે કંપનીને 5,950 કરોડનો આપવા આદેશ આપ્યો છે.