ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે, નોટબંધી મુદ્દે ચર્ચા દરમિયાન તેઓ સરકારને ચેતવણી આપતા હતા કે આ પગલાંનો કોઈ લાભ નથી ઉલ્ટાનું નુકશાન થશે. રાજન દ્વારા કેમ્બ્રિજ હાર્વર્ડ કેનેડી શાળામાં જણાવ્યું હતું કે, હું સમજું છું કે નોટબંધીનું આયોજન યોગ્ય રીતે થયું નથી અને ન તો તેનો કોઈ લાભ થયો છે.જ્યારે આ વિભાવના મારી સામે મુકી તેનો વિરોધ કર્યો હતો. અાર્થિક ફટકો દેશવાસીઓને જ ભોગવવો પડશે અને નોટબંધીથી અર્થતંત્ર ખોરવાશે.
મને એવું લાગે છે કે લોકો પોતાનો રસ્તો શોધી જ લે છે.ભ્રષ્ટાચાર કરનારા કોઇને કોઇ રીતે ભ્રષ્ટાચાર અાચરશે. ભારત સરકારે 2016ના નવેમ્બરમાં કાળા નાણાં પર અંકુશ મેળવવા માટે 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી પરત ખેંચ્યા હતા.રાજન દ્વારા જણાવ્યું હતું કે, નોંધબંધીના સમયે જે નોટ્સ બંધ કરવામાં આવી હતી તે પ્રચલનની 87.5 ટકા મુદ્રા હતી.
કોઈ પણ અર્થશાસ્ત્રી કહે છે કે જ્યારે તમે 87.5 ટકા નોંધ બંધ કરી રહ્યા છો, તો પહેલાં તમારે ખાતરી કરો કે 87.5 ટકા અથવા તેની આસપાસની નવી નોટો અાવી જાય જેથી અર્થતંત્રને ઝટકો ન લાગે. અા બહુજ સાહજીક અને સિમ્પલ વાત છે. પરંતુ ભારતમાં અાવું કોઈ વિચાર્યાવીના જ કરી દેવામાં અાવ્યુ.તેઓ જણાવે છે, તેના અર્થતંત્ર પર ખૂબ નકારાત્મક અસર પડી હતી.કાળું ધન બહાર લાવવા લોકો સરકાર પાસે પુરતો ભંડોળની અાશાતો રાખે. પરંતુ તેવું બન્યું નથી. કોઈ પણ વ્યક્તિ જે ભારત વિષે જાણે છે, તે જાણે છે કે લોકો ખૂબ જ સરળતાથી બચવા માટે માર્ગો શોધી કાઢે છે.