કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતે શાનદાર પ્રદર્શન કર્યુ છે. રાહુલ અવારેએ ગુરૂવારે અાયોજીત એક મેચમાં પુરૂષોની 57 કિગ્રા શ્રેણીમાં ફાઈનલમાં કેનેડાના ખેલાાડી સ્ટીવન તાકાશાહીને 15-7 થી પરાસ્ત કરી સફળતાના શિખરને સર કર્યુ છે. અા સાથે જ ભારતને કુશ્તીમાં પ્રથમ ગોલ્ડ મેડલ મળતા ભારતીય અને ખાસતો કુશ્તીના પ્રશંસકોમાં ભારે હર્ષોલ્લાસની લાગણી જોવા મળી હતી. ભારતને કુશ્તીમાં પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે જેનો શ્રેય રાહુલ અવારેને ફાળે જાય છે.
અા પહેલા રાહુલે ક્વાર્ટર ફાઈનલમાં ઇગ્લેન્ડના ખેલાડીને 11-0થી કારમી હાર અાપી હતી. સેમિફાઇનલમાં પાકિસ્તાનને 12-8 થી હરાવી જીત મેળવી હતી.