ભારતભરમાં જાતિવાદી અને જ્ઞાતિવાદીના લોકો દોરડા ખેચી રહયા છે ત્યારે આ તમામ પ્રકારના જાતિવાદ અને જ્ઞાતિવાદ ભુલીને એક માત્ર માનવતાવાદના સુત્રને સાથે રાખીને જીએમ માનવ સેવા જીવદયા ટ્રસ્ટના નવ યુવાનોએ ૧૦૦ દિવસના અભિયાન સાથે બિનવારસી અને અસ્થિર મગજના તેમજ અનાથ રખડતા લોકોની સેવાઅર્થે સોમનાથ મહાદેવ મંદિરના પારાંગણ માંથી સેવાનું અભિયાનનું પ્રસ્થાન કરેલ ત્યારે સોમનાથથી લીંબડી સુધી આવા અનાથ અને માનસિક ૪૨૨ રોગીઓને સ્વચ્છ પાણીથી નવડાવી નવા કપડા પહેરાવી માથાના વાળ તેમજ દાઢી બનાવી નિશ્વાર્થ ભાવે સેવા આપી હતી જીએમ માનવ સેવા જીવદયા ટ્રસ્ટના નવ યુવાનો આજે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી નેશનલ હાઇવે ઉપર આવી ચાર થી પાંચ લોકોની સેવા ચાકરી કરી હતી અને આવનાર બાકીના ૧૦૦ દિવસો માંથી હજુ આવા લાચાર અનાથ અને બિનવારસી અને અસ્થિર મગજના લોકોને શહેરની ગલીએ ગલીએથી શોધીને જાતિ કે જ્ઞાતિને દુર રાખી હજારો લોકોની સેવા કરશે ત્યારે આ મિશનને સફળ બનાવવા કૃનાલ રાજાઇ, અજય સોલંકી , હિરેન વ્યાસ,હાર્દિક જાદવ, વિજય સિંધવ, નજક વાણંદ, નરેન્દ્ર ઝાલા, ભરત વૈષ્ણવ, જગદિશ જાદવ, રમેશ સાવલીયા, રાજેશ નાવડીયા, વિજય જાની અને રધુભાઇ ભરવાડ જેઓ તમામ યુવાનો અલગ અલગ જીલ્લાના છે જે જાતિ અને જ્ઞાતિને ભુલી એકબંધ થઇને આવા લાચાર લોકોની સેવાર્થે સોમનાથથી નિકળેલ અને મુંબઇ મંબાદેવી મંદીરે દર્શન કરી પોતાના શરૂ કરેલ અનોખા અભિયાનને સાર્થક કરશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.