નોટબંધીના મુદ્દે કોંગ્રેસે આજે પણ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારોનો મારો જારી રાખ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે નોટબંધી બાદ આયોજનના અભાવથી સર્જાયેલી અવ્યવસ્થાના લીધે રાજયના ૯૦ ટકા કર્મચારીઓ અને પેન્શનરો આજે પગારથી વંચિત રહ્યા હતા. નો કેશના પાટીયા વાંચીને કર્મચારીઓ અને પેન્શનરોને નિરાશા હાથ લાગી હતી. બેંકો પર લાંબી લાઈનો આજે પણ યથાવત રીતે જોવા મળી હતી. રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટબંધીના નિર્ણયને આજે ૨૨ દિવસ જેટલો સમય થયા બાદ પ્રથમ વખત ગુજરાતના કર્મચારીઓ-પેન્શનરો નિયમ મુજબ પોતાના માસિક વેતન અને પેન્શન માટે જે તે બેંકો શાખામાં નાણા મેળવવા જતા તેઓને નાણા નથી નો કેશનો જવાબ બેંકના અધિકારીઓ તરફથી મળ્યો છે ત્યારે નોટબંધી બાદ રાજયના ૯ લાખ કર્મચારી-પેન્શનરોને નાણા આપવામાં નિષ્ફળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ભાજપ સરકાર આયોજનની નિષ્ફળતા માટે જવાબદારી સ્વીકારે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હુતં કે, ગુજરાતના ૪૪૦૮૪૦ પેન્શનરો અને ૪૬૦૦૦૦ જેટલા કર્મચારીઓને ૧લી ડિસેમ્બરના રોજ પગાર તારીખ હોવા છતાં હજુ સુધી ૯૦ ટકા કર્મચારીઓ પેન્શનરો એટલે કે નવ લાખ જેટલા કર્મચારીઓ-પેન્શનરો પોતાના હક્કના નાણા આજે બેંકમાંથી મેળવી શકયા નથી. મોટી મોટી જાહેરાતો કરનાર ભાજપ સરકાર કર્મચારી-પેન્શનરોને સમયસર નાણા મળે તે માટે નક્કર પગલા ભરે.
અનેક કર્મચારીઓ પોતાના પરિવારના જીવન નિર્વાહ, સામાજિક પ્રસંગો માટે નાણાંભીડ અનુભવી રહ્યા છે. પેન્શનરોને પોતાનો જીવન નિર્વાહ માટો ભાગે પેન્શનની આવક પર હોય છે તેવા સંજોગોમાં સિનિયર સિટિઝન માટે આગામી દિવસો અતિ કપરા સાબિત થશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રોજે રોજ નીતનવા નિયમો જાહેર થાય છે ત્યારે આગામી દિવસોમાં લાખો કર્મચારી-પેન્શનરો તેમના હક્કના નાણા વેતન કયારે મળશે તે અંગે ભાજપ સરકાર સંપૂર્ણ મૌન છે. ફિકસ પગાર પાંચ લાખ કર્મચારીઓ કે જેઓનો પાગર રૂપિયા ૪૫૦૦થી ૧૦૦૦૦ સુધીનો છે જયારે કોન્ટ્રાકટ પ્રથા અને આઉટ સોર્સિંગના ૧૦ લાખ કર્મચારીઓને રૂપિયા ૩૦૦૦થી ૯૦૦૦ મેળવવા માટે શું થશે તે ગંભીર પ્રશ્ન છે. વર્ગ-૧ અને વર્ગ-૨ના કાયમી કર્મચારીઓનો પગાર રૂપિયા ૪૦૦૦૦થી રૂપિયા ૮૦૦૦૦ હોય છે જયારે પેન્શનરોને રૂપિયા ૨૦૦૦૦થી ૪૫૦૦૦ સુધી પેન્શનની રકમ મળતી હોય છે. વર્ગ-૩ અને ૪ કર્મચારીઓને અનુક્રમે રૂપિયા ૨૦૦૦૦થી ૪૦૦૦૦ જેટલો પગાર હોય છે.પેન્શનરોને પણ ૧૦૦૦૦થી ૨૫૦૦૦ સુધીની પેન્શનની રકમ મળથી હોય છે જયારે બેંકની શાખાઓએ દરેક પગારદારોને ૬૦૦૦ મેળવવા માટે કલાકો સુધ લાઇનોમાં ઉભા રહેવાછતાં બેલેન્સ ના હોવાથી બેંક શટરો પાડી દેવામાં આવે છે.